શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 132 : શ્રી મીનાબેન એસ. રોટલીવાલા સુરત થી લખે છે... પૂ. જલારામ બાપાની અસિમ કૃપાથી તેમના ભાઈના દિકરા વિષ્ણુને સારામાં સારી કંપનીમાં નોકરી મળી ગઈ. પૂ. બાપાએ તેમના જીવનમાં આવાં અનેક પરચાં પૂર્યા છે. પૂ. બાપાના ચરણોમાં દંડવત્ નમસ્કાર.... પ્રેમની યાત્રા જ્યારે પરમાત્મા તરફ વળે છે ત્યારે ભક્તિનું પ્રાગટ્ય થાય છે.... પરચા નંબર 131 : શ્રી અતુલભાઈ નાથુભાઈ મિસ્ત્રી ગોડાદરા થી લખે છે... તેમના ધર્મ-પત્નીની કાનની બુટ્ટી તેમના ધર્મ પત્નીથી ઘરમાં જ ક્યાંક મુકાય ગઈ હતી. જે ઘણું શોધવા છતાં મળતી ન હતી. ત્યારે પૂ. જલારામ બાપાને યાદ કરી પરચાંની માનતા રાખતા થોડાં જ દિવસોમાં તેમની બુટ્ટી ઘરમાંથી જ મળી ગઈ. તેમજ તેમના બીજાં કામો પણ પૂ. બાપાની અસિમ કૃપાથી સફળતા પૂર્વક પાર પડ્યા છે. પૂ. બાપાને કોટિ કોટિ વંદન. શ્રદ્ધાપૂર્વક અંતઃકરણથી કરાયેલું કોઈપણ કાર્ય સામર્થ્યવાન અને સફળ થાય છે.... પરચા નંબર 130 : શ્રી સીમાબેન સતીષભાઈ પટેલ નડા થી લખે છે... પૂ. બાપાની અસિમ કૃપાથી તેમના પુત્ર ભાવેશને સારી નોકરી મળી ગઈ. ઉપરાંત તેમણે પૂ. બાપાને યાદ કરી પરચાંની ટેક રાખતા તેમના પુત્ર ભાવેશને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ જીત મળી ગઈ. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન. અંતર શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડા દિપકમાં પણ સૂરજની શક્તિના દર્શન થઈ શકે છે.... પરચા નંબર 129 : શ્રી હસમુખભાઈ હરમનભાઈ પટેલ લીંગડા થી લખે છે... તેમની પત્નીને શારિરીક તકલીફ થતાં મેડીકલ ચેક-અપ કરાવેલ, જેનો રિપોર્ટ નોર્મલ આવે તે માટે પૂ. બાપાને પ્રાર્થના કરી પરચાંની માનતા રાખતા પૂ. બાપાની કૃપાથી તેમની પત્નીનો રિપોર્ટ નોર્મલ આવ્યો. પૂ. બાપાને સાક્ષાત્ પ્રણામ. જીવન એક યજ્ઞ છે, જીવન જો નિષ્કામભાવે જીવી શકાય તો તે મુક્તિનું દ્વાર બની રહે છે.... પરચા નંબર 128 : શ્રી ગૌતમીબેન કે. પટેલ ધરાસણા થી લખે છે... તેમણે પૂ. બાપાને કરેલી પ્રાર્થના અને પરચો છપાવવાની ટેકના ફળ સ્વરૂપે તેમના તમામ કાર્યો સફળ થયાં છે. તેમની પુત્રવધુને પ્રેગન્નસીમાં તકલીફ હતી. તેની ડિલેવરી હેમખેમ પાર પડે તે માટે પૂ. બાપાને પ્રાર્થના કરતાં પૂ. બાપાની અસિમ કૃપાથી તેમની પુત્રવધુની ડિલેવરી સુખરૂપ રીતે થઈ ગઈ. પૂ. બાપાની કૃપાથી તેમના દિકરાના લગ્ન પણ સારી રીતે થઈ ગયા. પૂ. બાપાને કોટિ કોટિ નમન. અહિંસાથી સુખ મળશે, ક્ષમાથી શાંતિ મળશે અન ધર્મના આચરણથી આત્માનું કલ્યાણ થશે... પરચા નંબર 127 : શ્રી સીતાબેન રામાભાઈ પ્રજાપતિ અમદાવાદ થી લખે છે... તેમના પૌત્રનું વાલ્વનું ઓપરેશન સફળ થાય તે માટે પૂ. જલારામ બાપાનો પરચો માનતા પૂ. જલારામ બાપાની કૃપાથી તેમના પૌત્રનું વાલ્વનું ઓપરેશન ઓછા ખર્ચે સારી રીતે થઈ ગયું. પૂ. બાપાને કોટિ કોટિ વંદન. જે માર્ગે ચાલવાથી અંતરનો આનંદ મળતો હોય તે માર્ગ ક્યારેય અધર્મનો ન હોઈ શકે... પરચા નંબર 126 : શ્રી મીનાબેન ભાયાણી મુંબઈ થી લખે છે... પૂ. બાપાએ મુશ્કેલીના સમયમાં તેમને અનેકવાર સહાય કરી છે. પૂ. જલારામ બાપાની અસિમ કૃપાથી તેમની દિકરી સી.એ. ફાઈનલની પરીક્ષામાં પાસ થઈ ગઈ. પૂ. બાપાને લાખ લાખ વંદન. જીવનનો જે વિકાસ કરે, જીવનમાં જે ઉલ્લાસ આનંદ પ્રેરે તે ધર્મ... પરચા નંબર 125 : શ્રી ઉષાબેન જે. વડોદરીયા પૂણે થી લખે છે... પૂ. બાપાની તેમના પર કૃપાદ્રષ્ટિ છે. કોઈ પણ તકલીફમાં પૂ બાપાને યાદ કરતાં તેમને તરત જ માર્ગદર્શન મળી જાય છે. અને કામ થઈ જાય છે. તેમનો પૌત્ર લંડનમાં આઠ વર્ષથી રહે છે. હાલમાં તેનો વિઝા પૂરો થતો હતો. અને જોબ પણ પૂરી થતી હતી. ત્યારે પૂ. જલારામ બાપાને યાદ કરી પરચો માનતા પૂ. બાપાની અસિમ કૃપાથી તેમના પૌત્રને બીજી જોબ મળી ગઈ. તેમજ વિઝાનું કામ પણ થઈ જશે. બીજું, તેમની વહુને બ્લડ પ્રેશર હાઈ અને લો બંને વધારે રહેતું હતું. ત્યારે પણ પૂ. બાપાને યાદ કરતાં પૂ. બાપાની દયાથી હવે તેમની વહુનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે. પૂ. જલારામ બાપાને કટિ કોટિ વંદન. જે ફળ માત્રને પરમાત્માનો પ્રસાદ માને છે તે સાચો કર્મયોગી છે.... પરચા નંબર 124 : શ્રી મધુબેન એન. દેસાઈ મુંબઈ થી લખે છે... તેમને ઘણી દવાઓ લેવાના કારણે શરીરમાં એલર્જી થતાં એક હાથ પર સફેદ ના્ના-નાના ડાઘા થઈ ગયા હતા. આ ડાઘા સદંતર દૂર થઈ જાય અને નવા ન નીકળે તે માટે પૂ. બાપાને મનોમન પ્રાર્થના કરી પરચો માનતા પૂ. બાપાની અસિમ કૃપાથી તેમના હાથ પરના ડાઘા દૂર થઈ ગયા. પૂ. બાપાને કોટિ કોટિ પ્રણામ. ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ વધારવાથી આત્માનું તેજ વધે છે... પરચા નંબર 123 : શ્રી સોમાભા રામાભાઈ ખલાસી સચીન થી લખે છે... તેમના પત્નીને મોતીયાનું ઓપરેશન કરાવવાનું હતું. પણ તેમને ડાયાબિટીશ વધારે રહેતું હોય ડોક્ટરે ડાયાબિટીશ નોર્મલ આવે પછી જ ઓપરેશન કરવાનું જણાવતા તેમણે તેમની પત્નીનું ડાયાબિટીશ નોર્મલ આવે તે માટે પૂ. જલારામ બાપાને મનોમન પ્રાર્થના કરી પરચાંની ટેક રાખતા તેમની પત્નીનું ડાયાબિટીશ નોર્મલ થતાં મોતીયાનું ઓપરેશન સારી રીતે થઈ ગયું. પૂ. બાપાને કોટિ કોટિ વંદન. આરોગ્ય એ માત્ર શરીરનું જ નહીં પરંતુ આત્માનું પણ આભૂષણ છે.