શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 42 : શ્રી અમિતભાઈ શાહ મુંબઈ 400068 થી લખે છે... તેમના પિતાશ્રીને ગળામાં નાની ગાંઠ નીકળેલ, ડોક્ટરની સલાહ મુજબ જોઈતા બધા રીપોર્ટ કરાવેલ અને એ બધા રીપોર્ટ નોર્મલ આવેલ છે. પૂ. જલારામ બાપાની અને આઈ શ્રી ખોડિયાર માતાજી કૃપાથી તેમના પિતાશ્રીને ગળામાં સારૂ થઈ ગયું છે. પૂ.જલારામ બાપાને તથા આઈ શ્રી ખોડિયાર માતાજીને સત્ કોટિ વંદન. આપણે માટે જે સામાન્ય પથ્થર છે એ શ્રદ્ધાવાન માટે મંગલમય મૂર્તિ છે. પરચા નંબર 41 : શ્રી દિનેશભાઈ જે. પંચાલ મુંબઈ 400078 થી લખે છે... તેમનું જૂનું ઘર વેચાઈ જાય અને નવું ઘર લેવાય જાય અને તેમાં આવતી આર્થિક સમસ્યાનો ઉકેલ આવે તે માટે તેમને પૂ.બાપાને યાદ કર્યા. પૂ.બાપાની કૃપાથી સુખરૂપ જૂનું ઘર વેચાઈ ગયું અને નવું ઘર લેવાય ગયું. તેમજ ઘરમાં આવતા નાના મોટાં કાર્યો પણ પૂ.બાપાએ પાર પાડ્યાં. ઉપરાંત બંન્ને સંતાનોના લગ્ન સારી રીતે જલ્દી પાર પડશે તેવી તેમને પૂ.બાપા પર શ્રધ્ધા છે. પૂ. જલારામ બાપાને કોટિ કોટિ વંદન. આપણે માટે જે સામાન્ય પથ્થર છે એ શ્રદ્ધાવાન માટે મંગલમય મૂર્તિ છે. પરચા નંબર 49 : શ્રી હર્ષદભાઈ એચ. શેઠ બેંગ્લોર થી લખે છે... તેમના પત્નીને ઘણા સમયથી ઉધરસ થયેલ હતી. ડોક્ટરોની દવા કરાવવા છતા પણ કોઈ જ રાહત ન હતી. અંતે તેમને જલારામ બાપાના ત્રણ ગુરુવાર કર્યા. અને પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમના પત્નીને સારૂં થઈ ગયું છે. તેમજ, તેમના અટવાયેલા પૈસા પણ પાછા મળી ગયાં. પૂ. જલારામ બાપાને કોટિ કોટિ પ્રણામ... પારકાના ગુણો અને પોતાના દોષોનું દર્શન એ વિકાસનો રાજમાર્ગ છે... પરચા નંબર 40 : શ્રી મિતેષભાઈ બી. દવે મોરબી થી લખે છે... તેમના મમ્મીને વાગી ગયેલ હોવાથી હાથમાં સોઝો અને લાલ ડાઘા થઈ ગયેલ, આ માટે તેમને પૂ.બાપાને મનોમન પ્રાર્થના કરી, પૂ.બાપાની દયાથી તેમના મમ્મીને હાથમાં સોઝો ઉતરી ગયો. અને લાલ ડાઘા પણ મટી ગયા. દુ:ખીયા ના બેલી જલારામ બાપાને કોટિ કોટિ વંદન.... જીવન એક યજ્ઞ છે. તેમાં તો જે ઉત્તમ હોય તેની જ આહુતિ અપાય... પરચા નંબર 39 : શ્રી અંજનાબેન સંદિપભાઈ ખીરાયા માધાપર થી લખે છે... પરમ પૂજ્ય જલારામ બાપાની કૃપાથી તેમના પુત્રને કોઈ પણ જાતની વાઢ-કાપ વગર દાંતની પીડા દૂર થઈ ગઈ અને તે બરાબર ખાતો-પીતો થઈ ગયો. ઉપરાંત તેમના દિયરનું સગપણ સારી જગ્યાએ કોઈ સારી છોકરી સાથે થાય તે માટે તેમને પૂ.બાપને યાદ કરી પ્રાર્થના કરી. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમના દિયરનુ સગપણ સારી જગ્યાએ અને સારી છોકરી સાથે થઈ ગયું. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ... સંસ્કાર એટલે યોગ્ય ઉછેર, સારી ટેવો, આત્માની માવજત અને પ્રભુપરાયણતા. પરચા નંબર 38 : શ્રી રંજનબેન મહેતા Middlesex થી લખે છે... તેમની તબિયત જરાપણ સારી ન હતી. અને તેમના ભત્રીજાના લગ્ન હતા. તેઓ તેમના ભત્રીજાના લગ્નમાં હાજરી આપી શકે એ માટે તેમણે પૂ.જલારામ બાપાને અરજ કરી. પૂ.બાપાની કૃપાદ્રષ્ટિથી તેમની તબિયત એકદમ સારી થઈ ગઈ અને તેઓ ભત્રીજાના લગ્નમાં શુભાશિષ આપવા જઈ શક્યા. પૂ. જલારામ બાપાને સત્ કોટિ પ્રણામ. સંસાર-મંથનના પૂર્ણ સંઘર્ષ પછી જે અમૃત પ્રાપ્ત થાય છે તેને પરમાત્મા કહી શકાય... પરચા નંબર 37 : શ્રી મયૂરાબેન સૂરેશભાઈ પટેલ વાપી થી લખે છે... પૂ, જલારામ બાપાની કૃપાથી તેમના સર્વ પ્રકારના દુ:ખનું સમાધાન થયું છે. પૂ. શ્રી જલારામ બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ... અંતર શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડા દીપકમાં પણ તમને સૂરજની શક્તિના દર્શન થઈ શકશે. પરચા નંબર 36 : ચન્દુબેન રાજાણી MAOUTO થી લખે છે... તેમના પતિની તબિયત બહુ જ ખરાબ હતી. ડોક્ટરે ધુમ્રપાનનું વ્યસન છોડવાનું કહ્યું હતું. પરંતુ તેઓથી તે શક્ય થતું ન હતું. ત્યારે તેમણે પૂ. જલારામ બાપાને અરજ કરી. યથાશક્તિ ભેટ ધરાવવાની અને પરચાની માનતા માની. પૂ.બાપાની દયાથી તેમના પતિની સીગારેટની ટેવ છૂટી ગઈ. અને તેમનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો. હવે તેમની તબિયત સુધારા પર છે. આ ઉપરાંત પૂ.બાપાની કૃપાથી તેમના પગનો તથા કમરનો દુ:ખાવો દૂર થયેલ છે. તેમનું ગોદામ ભાડે અપાય ગયેલ છે. આવા તો તેમના અનેક કાર્યો પૂ.બાપાની દયાથી પાર પડ્યા છે. શ્રદ્ધા હોય તો પથ્થર પણ દેવ અને અશ્રદ્ધા હોય તો દેવ પણ પથ્થર. પરચા નંબર 35 : શ્રી વર્ષાબેન બી. ભટ્ટ સાવરકુંડલા થી લખે છે... તેમના ઘેરે સત્યનારાયણની કથા અને રાંદલ માતાજીનો પ્રસંગ રાખેલ, પરંતુ ચોમાસાની સીઝન હોવાથી તેમને વરસાદ આવે અને પ્રસંગમાં કોઈ તકલીફ થાય તેનો ભય હતો. આ માટે તેમણે પ્રસંગ નિર્વિઘ્ને પૂરો થાય એટલે પૂ.બાપાને પ્રાર્થના કરી અને પૂ.બાપાની અસીમ દ્રષ્ટિથી બંન્ને પ્રસંગ ખૂબ જ શાંતિથી અને નિર્વિઘ્ને પૂર્ણ થયા. પૂ. બાપાને લાખ લાખ વંદન... શ્રદ્ધા અને વિશ્વાસ, સફળતાની પાંખો છે. પરચા નંબર 34 : શ્રી ગ્રીષ્માબેન ડી. દેસાઈ મુંબઈ થી લખે છે... તેમના પુત્રને નોકરી મળતી નહતી. ત્યારે તેમને પૂ.બાપાને પ્રાર્થના કરી અને પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમના પુત્રને મનગમતી નોકરી મળી ગઈ. પૂ.બાપા હાજરાહજૂર છે. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ... શંકા શ્રાદ્ધ કરી શ્રદ્ધાને પ્રકટવા દઈએ.