શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 33 : શ્રી દિપકકુમાર નારાયણભાઈ પટેલ વિસનગર થી લખે છે... પરમ પૂજ્ય જલારામ બાપાની અસીમ કૃપાથી તેમનો મેડીકલ રીપોર્ટ નોર્મલ આવ્યો. અને તેમની માંદગી ઓપરેશન વગર દવાથી જ મટી ગઈ. પૂ. જલારામ બાપાને લાખ લાખ વંદન... મૌનના ફળરૂપે પ્રાર્થના અને પ્રાર્થનાનું ફળ શ્રદ્ધા. શ્રદ્ધાનું ફળ પ્રેમ અને પ્રેમનું ફળ સેવા. પરચા નંબર 32 : શ્રી રોનકભાઈ જયેશભાઈ શાહ પેટલાદ થી લખે છે... તેમના મમ્મીને મોંમાં ચાંદા પડયા હતા. અને સારૂં થતું ન હતું. તેથી તેમને વહેમ હતું કે તેમની મમ્મીને કેન્સર હશે. આવા સમયે તેમણે પૂ.બાપાને મનોમન પ્રાર્થના કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની દયાથી તેમની મમ્મીને સારૂં થઈ ગયું. પૂ.શ્રી જલારામ બાપાએ તેમના ઘણા કાર્યો પરિપૂર્ણ કર્યા છે. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન... પ્રેમ એટલે આચરણમાં મૂકેલી શ્રદ્ધા, સેવા એટલે આચરણમાં મૂકેલો પ્રેમ. - મધર ટેરેસા પરચા નંબર 31 : શ્રી રોનકભાઈ જયેશભાઈ શાહ પેટલાદ થી લખે છે... તેમના દિકરા ચિ. રોનકને પાંચ માસથી ઉલ્ટીઓ થતી હતી. ઘણા ડોકટરોને બતાવ્યું. દવાખાને દાખલ પણ કર્યો. તો પણ સારુું થતું ન હતું. આવા સમયે તેમણે પૂ. બાપાને યાદ કરતા પૂ.બાપાની અમીદ્રષ્ટિથી ચાર દિવસમાં જ સારૂં થઈ ગયું. પૂ.બાપાની લીલા અપરંપાર છે. વળી પૂ.બાપાએ તેમના અનેક કાર્યો પાર પાડયા છે. પૂ.બાપાને લાખ લાખ વંદન.... આપણે માટે જે સામાન્ય પથ્થર છે એ શ્રદ્ધાવાન માટે મંગલમય મૂર્તિ છે. પરચા નંબર 30 : શ્રી મંજુલાબેન જોબનપુત્રા માનચેસ્ટર થી લખે છે... તેમનો દીકરો બહારગામ ગયો હતો. તેની સફરમાં તેને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે તેમણે પૂ. જલારામ બાપાને યાદ કરી પરચો માન્યો. પૂ.જલારામ બાપાના આશીર્વાદથી તેમનો દિકરો સુખરૂપ ઘરે પરત આવી ગયો. પૂ. જલારામ બાપા હંમેશા સાથે રહે તેવી તેમની પૂ.બાપાને પ્રાર્થના છે. શ્રદ્ધાનું ઝરણું અંતરમાં વહેવા લાગે છે ત્યારે મનુષ્યનું પરમાત્મા સાથે અનુસંધાન થઈ જાય છે. પરચા નંબર 29 : શ્રી સરસ્વતીબેન આર. ઈગ્લેન્ડ થી લખે છે... તેમના મોટા દિકરાને પોતાનું મકાન લેવું હતું. પરંતુ તેમાં કોઈને કોઈ વિઘ્ન આવતા હતા. ત્યારે તેમણે પૂ. જલારામ બાપાને યાદ કરી પરચો છપાવવાની માનતા માની. પૂ.બાપાના પ્રતાપે બે અઠવાડિયામાં જ તેમના દિકરાને મનપસંદ મકાન મળી ગયું. અને દસ્તાવેજ પણ થઈ ગયા. તેમજ પૂ.બાપાની કૃપાથી તેમના નાના દિકરાને પણ મનપસંદ નોકરી મળી ગઈ. પૂ.જલારામ બાપાને કોટિ કોટિ પ્રણામ. જીવનને શ્રદ્ધાથી ધબકતું રાખીએ તો નક્કી માનજો કે પરમાત્મા આપણી સાથે જ રહે છે પરચા નંબર 28 : શ્રી આર. બી. સોની પીટરબ્રો (યુ.કે.) થી લખે છે... પૂ.જલારામ બાપા હાજરાહજૂર છે. પૂ. જલારામ બાપાને શ્રધ્ધાથી યાદ કરવાથી તેમના તમામ કાર્યો પૂર્ણ થયેલ છે. પૂ. બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખતા તેમની ગરદન પર થયેલી ફોડલી મટી ગઈ છે. તેમજ તેમના ઓપરેશન પછીની અનેક નાની મોટી તકલીફ દૂર થઈ છે. તેમનો દિકરો હોલીડે માટે બહારગામ ગયેલ ને સહીસલામત ઘરે પરત આવી ગયેલ છે. તેમના પતિનું થાઈરોડનું ઓપરેશન સફળ રહ્યું છે. તથા ઘણા વખતથી તેમના ભાઈ – બહેનના કંઈ સમાચાર ન હતા તેના ખુશખબર ના સમાચાર આવી ગયેલ છે. પૂ. જલારામ બાપાને કોટિ કોટિ પ્રણામ. શ્રદ્ધાથી ભરેલી જીવનયાત્રામાં પરમાત્મા હમેશા મનુષ્યની સાથે જ હોય છે. પરચા નંબર 27 : શ્રી શશીબેન વ્યાસ મલાડ થી લખે છે... તેમના સાસુની તબીયત ખરાબ થઈ ગઈ હતી. પગમાં, કમરમાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. અને ન્યુમોનિયા પણ થઈ ગયો હતો. આવા સમયે પૂ.બાપાના ચરળ કમળમાં પ્રાર્થીને પરચો માન્યો. પૂ. જલારામ બાપાની કૃપાથી તેમને સારૂં થઈ ગયું. ઉપરાંત તેમની બહેનને સ્વાઈન ફ્લુ થઈ ગયું હતું. તે પણ સારૂં થઈ ગયું. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ પ્રણામ.... શ્રદ્ધા એ પરમાત્માનું દર્શન પામવાની આંખ છે પરચા નંબર 26 : શ્રી છાયાબેન એમ. જાની મુંબઈ થી લખે છે... પૂ. બાપાની કૃપા દ્રષ્ટિથી તેમની બેબીનું બ્રેસલેટ ખોવાય ગયું હતું. તે પરત મળી ગયું. અને તેમના ઘરમાં જીવાત-માંકડ પણ ખૂબ થયા હતાં. દવા કરવા છતાં પણ જીવાંત-માંકડ જતા ન હતાં. ઉપરાંત તેમના મમ્મીને કમરનો દુ:ખાવો, પગનો દુ:ખાવો અને ન્યુમોનિયામાં સારૂં થઈ જાય તે માટે તેમને પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની માનતા કરી. પૂ.બાપાની અસીમ કૃપાથી તેમના મમ્મીને સારૂં થઈ ગયું. પૂ. બાપાની દયાથી તેમના ભાભીની બહેનને સ્વાઈન ફ્લુ થઈ ગયું હતું. તે પણ સારૂં થઈ ગયું. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન... શ્રદ્ધા એ પરમાત્માનું દર્શન પામવાની આંખ છે પરચા નંબર 25 : શ્રી ભરતભાઈ એલ. ઝવેરી રાજકોટ થી લખે છે... પૂજ્ય બાપાની તેમની ઉપર અસીમ કૃપા છે. તેમને પેટમાં ઈન્ફેક્શન થઈ ગયુ હતું. ડોક્ટરની દવાથી બહુ ફરક ન પડ્યો. પરંતુ પૂ. જલારામ બાપાને યાદ કરી પરચો માન્યો. અને તરત જ સારૂં થઈ ગયું. દવાની જરૂર પણ ન રહી, ઉપરાંત તેમની બેનનો મોબાઈલ મોટા મેદાનમાં પડી ગયો. જે મળવાની કોઈ શક્યતા ન હતી. સીમ પણ પરદેશનો હતો. ત્યારે પણ પૂ. બાપાએ તેમની સહાય કરી અને મોબાઈલ મળી ગયો. પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં લાખ લાખ વંદન.... પરિગ્રહ પરમાત્મા પ્રત્યેની અશ્રદ્ધા અને અપરિગ્રહ પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાના દ્યોતક છે. પરચા નંબર 24 : શ્રી ક્રિમાબેન વિપુલભાઈ વાઈવાલા ઉઘના ,સુરત થી લખે છે... તેમની સોનાની બુટ્ટી ખોવાઈ ગઈ હતી. તે મળી જાય અને તેમના દિકરાઓ વાર્ષિક પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની દયાથી તેમની સોનાની બુટ્ટી મળી ગઈ અને છોકરાઓ વાર્ષિક પરીક્ષામાં પાસ પણ થઈ ગયા. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ પ્રણામ.... પરમાત્માની શક્તિ અમર્યાદ છે. માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે...