શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 23 : શ્રી ભાવનાબેન એ. પટેલ બારડોલી થી લખે છે... શ્રી તેમના પુત્રને ઘણા સમયથી ખાંસી થયા કરતી હતી. તે માટે તેમને પૂ.બાપાને યાદ કરી પગે લાગી પુત્રની ખાંસી જલ્દીથી સારી થઈ જાય તે માટે પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી તેમના પુત્રને ખાંસી સંપૂર્ણ સારી થઈ ગઈ અને તેમના નાના મોટા કામો પણ પૂ.બાપાની કૃપાથી સરળ રહ્યા છે. પૂ.બાપાને કોટિ કોટિ વંદન... પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાથી ભરેલા મનમાં કોઈના પણ માટે ફરિયાદ ક્યારેય હોતી નથી પરચા નંબર 22 : કમુબેન મિસ્ત્રી વેસ્ટ યોર્ક શાઈન ઈગ્લેન્ડ L59 7PU U.K. થી લખે છે...

મને બહુજ ઉધરસ આવતી હતી. તેમને ઉધરસમાં સારૂં થઈ જાય તે માટે તેમણે પૂ.જલારામ બાપાનો પરચો માન્યો. પૂ.બાપાની દયાથી તેમને ઉધરસમાં રાહત થઈ તેમજ તેમની અન્ય એક શારીરિક તકલીફ પણ પૂ.બાપાએ દૂર કરી. તેમજ તેમની દીકરીની શારીરિક તકલીફ પણ પૂ.બાપાની માનતાથી દૂર થયેલ છે. પૂ.બાપાની મહેર અવિરત રહે તેવી પ્રાર્થના સાથે કોટિ કોટિ પ્રણામ..

કર્મમાંથી કામનાની બાદબાકી કરો અને જે બાકી રહે તે પ્રાર્થના... પરચા નંબર 21 : શૈલાબેન નરેન્દ્રભાઈ દેસાઈ સુરત થી લખે છે...

તેમના જીવનમાં પૂ.બાપાએ અનેક પરચા પૂર્યા છે. પૂ.જલારામ બાપાએ તેમના પર આવેલ આર્થિક, માનસીક, શારીરિક મુસીબતોમાં પૂ.જલારામ બાપાએ સહાય કરી છે. પૂ.બાપાના પરચાના પ્રતાપે તેમનું મોટું સંકટ અને મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે. પૂજ્ય બાપાના આશીર્વાદ તેમના ઉપર સદા રહે તેવી પ્રાર્થના છે. પૂજ્ય બાપાને કોટિ કોટિ પ્રણામ.

ઈશ્વર પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધાનું નામ છે ભક્તિ. પરચા નંબર 20 : અંજનાબેન કે. રાઈઠઠ્ઠા રાજકોટ થી લખે છે...

તેમની કાનની સોનીની બુટ્ટી કયાંક ખોવાઈ ગઈ હતી. આખો દિવસ શોઘખોળ કર્યા પછી પણ મળતી ન હતી. અંતે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની માનતા કરી. પૂ.બાપાની અસીમ કૃપાથી બીજા જ દિવસે બુટ્ટી ઘરમાંથી જ મળી આવી.

 

આંસુ સારવાથી ક્યારેય કોઈ કામ થતું નથી. ખુદ ભગવાન પણ આંસુ સારવાથી પીગળતો ની. શ્રદ્ધાપૂર્વક કરાયેલ પ્રાર્થના અને પૂરા આત્મબળ સાથે કરાયેલ કૃત્ય જ માણસનું કામ પાર પડે છે. પરચા નંબર 19 : અરૂણભાઈ ડી. પટેલ બારડોલી થી લખે છે...

મના ઉપર ઉપરી અધિકારી તરફથી બે કેસમાં ગુનેગાર ન હોવા છતાં નોટીશ આપવામાં આવેલ. જે માટે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની માનતા કરેલ પૂ.બાપાની દયાથી બંને કેસમાં ચમત્કાર થયો અને શાંતિથી કામ પતી ગયું. ઉપરાંત તેમને અને તેમના પત્ની ભાવનાબેને તેમનો પુત્ર મિકેનીકલ એન્જીયર એન.આઈ.ટી.માંથી ઉત્તીર્ણ થયો હતો. તેને યોગ્ય જગ્યાએ સારી કંપનીમાં નોકરી મળી જાય તે માટે પૂ.બાપાને યાદ કરી પરચો માનેલ પૂ.બાપાની કૃપાથી ટુંક સમયમાં જ તેમના પુત્રને સારી કંપનીમાં નોકરી મળી ગઈ. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન...

આત્મશ્રદ્ધા રાખી પ્રયત્ન કરનાર વ્યક્તિને ઈશ્વર હંમેશા સહાય કરે છે. પરચા નંબર 18 : હિતેશભાઈ એસ. પટેલ તલીયારા થી લખે છે...

લીયારાથી લખે છે: ચોમાસુ શરૂ થતાં રેઈનકોટની શોધ કરવા માંડી, વરસાદના કારણે રેઈનકોટની જરૂરિયાત ઊભી થઈ. ઘરમાં કબાટમાં શોધવા છતાં પણ રેઈનકોર્ટ અને બાઈકનું સીટ કવર મળતા ન હતાં. ત્યારે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની માનતા માની. પૂ.બાપાની દયાથી તે જ દિવસે સાંજે રેઈનકોટ મળી ગયો.  અને સીટ કવર પણ મળી જશે તેવી તેમને પૂ.બાપા પર અતૂટ શ્રધ્ધા છે. પૂ.બાપાને લાખ લાખ વંદન...

અશ્રદ્ધાળુ ભયથી પીડાતો હોય છે જ્યારે શ્રદ્ધાળુ અભય હોય છે. પરચા નંબર 17 : લતાબેન ઠક્કર સુરત થી લખે છે...

તેમને પીઠમાં  જોરદાર દુ:ખાવો થતો હતો. દવા લેવા છતાં મટતું ન હતું. તે માટે તેમણે પૂ.બાપાને મનથી યાદ કરી પરચો છપાવવાની માનતા માની. પૂ.બાપાની દયાથી પીઠના દુ:ખાવામાં ઘણું સારૂ થઈ ગયું. ઉપરાંત દિકરાની દીકરી બારમાં ધોરણમાં સારા ટકાએ પાસ થઈ ગઈ. જ્યારે જ્યારે બાપાને યાદ કર્યા છે. ત્યારે ત્યારે બાપા મારી વ્હારે આવ્યા છે. પૂ,બાપાને કોટિ કોટિ પ્રણામ....

અવસર આવ્યે શ્રદ્ધાપૂર્વક સુપાત્રને પોતાનું સર્વસ્વ આપી દેનારા તો દુર્લભ જ હોય છે. પરચા નંબર 16 : મહેન્દ્રભાઈ પારેખ થી લખે છે...

તેમની દિકરીના લગ્નમાં ઘણાં વિઘ્નો આવતા હતાં. લગ્ન સારી રીતે થઈ જાય તે માટે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.જલારામ બાપાની અસીમ કૃપાથી તેમની દીકરીના લગ્ન ધામધૂમથી થઈ ગયાં. દયાના સાગર પૂ.જલારામ બાપાને કોટિ કોટિ વંદન...

અંતર શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડા દીપકમાં પણ તમને સૂરજની શક્તિના દર્શન થઈ શકશે. પરચા નંબર 15 : શ્રી મીનાબેન ડી. ગાંધી ન્યુયોર્ક થી લખે છે...

પૂ.જલારામ બાપા પરની દ્રઢ શ્રધ્ધાના ફળ સ્વરૂપ વિદેશની ધરતી પર તેઓ એકલા છે તેવું તેમને હવે લાગતું નથી. પૂ.બાપાએ તેમના અનેક નાના મોટા કાર્યો પાર પાડ્યા છે. એકવાર કાર લઈને જતી વખતે તેમનાથી ટ્રાફિકના નિયમનો ભંગ થયો અને દંડ ભરવો પડ્યો. પછીના મહિને કોર્ટ તરફથી ફરી નોટિસ આવી કે તમારે કોર્ટમાં હાજાર થવું પડશે. તેમણે પહેલા ભરેલ દંડની તેમની પાસે કોઈ રીસીપ્ટ ન હતી. તેમણે પૂ.બાપાને દિલથી સ્મરી ફરીથી દંડ ન ભરવો પડે તે માટે પરચાની માનતા માની અને પૂ.બાપાની કૃપાદ્રષ્ટિથી કોર્ટના રેકોર્ડમાં તેમણે એક મહિના પહેલા દંડ ભરેલ છે તેવા રીપોર્ટ આવતા તેમને ફરી દંડના ભરવો પડ્યો. પૂ. જલારામ બાપાને સત્ કોટિ વંદન...

આપણી વાણી રૂપે ની લાઠી, એં અસર કરે છે બીજા પર માઠી. પરચા નંબર 14 : શ્રી શરદચંદ્ર ચીમનલાલ સુથાર વડોદરા થી લખે છે...

તેમના પૌત્રને બંને આંખમાં ચાર જેટલાં નંબર હતાં. તેથી ચશ્મા વગર તેને તકલીફ પડતી હતી. ત્યાં નજીકની હોસ્પટિલમાં બંને આંખોનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું, પરંતુ તેમને બીક રહેતી હતી. આવા સમયે પૂ.જલારામ બાપાને યાદ કરી પરચો છપાવવાની માનતા કરી. પૂ.શ્રી જલારામ બાપાની કૃપાથી ચશ્માનાં નંબર નીકળી ગયા. અને બંને આંખો સારી થઈ ગઈ. પૂ. જલારામ બાપા પર ઘણાં વર્ષોથી આસ્થા છે. પૂ.બાપાની કૃપાથી તેમના બધાં જ કામ પરીપૂર્ણ થયા છે.  

પડકાર જેટલો મોટો સફળતા એટલી જ મોટી - સ્વ. ધીરુભાઈ અંબાની