શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 13 : શ્રી જ્યોતિબેન અશોકભાઈ ખત્રી પુણે થી લખે છે...

તેમની વહુને 6 મહિનાથી પેટમાં દુ:ખવાની તકલીફ હતી. અંતે પૂ.બાપાને મનથી યાદ કરી પરચો છપાવવાની માનતા રાખી. પૂ.બાપાની કૃપાથી વહુને પેટના દુ:ખાવામાં સારૂં થઈ ગયું. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન.

સમય ને જતા અને સંજોગો ને બદલાતા ક્યાં સમય જ લાગે છે ! એ તો સમય અને સંજોગો ની કળા છે કે આપણે સમય ની સાથે વહી જઈએ છીએ અને સંજોગો ની સાથે વણાઈ જઈએ છીએ પરચા નંબર 12 : અજીતકુમાર કાળીદાસ ગોહેલ કઠલાલ થી લખે છે...

પૂજ્ય બાપાની કૃપાથી તેમના પુત્ર-પુત્રીને ત્યાં તંદુરસ્ત બાળકોનો જન્મ થયો. ઉપરાંત તેઓ અને તેમના પતિ કામસર બહાર ગયેલ હતાં. પરત આવતાં તેમના પતિનું રૂ.6000 ભરેલ પર્સ તથા અગત્યના ડોક્યુમેન્ટ જેવા કે કારના કાગળો એ.ટી.એમ. કાર્ડ વગેરે એક હોટલમાં ભૂલી ગયેલા આવા સમયે તેમને જલારામ બાપાનો પરચો માન્યો. પૂ.બાપાની કૃપાથી હોટલે પાછા ગયાં અને તેમનું પર્સ સલામત રીતે પરત મળી ગયું. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન

ભજન કરો અને ભોજન કરવો. પરચા નંબર 11 : શ્રી કમલેશભાઈ સી. પટેલ યુ.એસ.એ. થી લખે છે...

તેમના મોટા દિકરાને મેડીકલમાં રેસીડન્સ મળી જાય તે માટે તેમણે પૂ. જલારામ બાપાને ભાવથી પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ. જલારામ બાપાની અસીમ કૃપાથી દિકરાને એડમીશન મળી ગયું. ઉપરાંત બાપાની કૃપાથી તેમને નાના આંતરડામાં પ્રોબ્લેમ હતો તે પણ સારૂં થઈ ગયું. તેમને બાપા પર પુરી શ્રધ્ધા અને વિશ્વાસ છે. બાપાએ તેમના ઘણાં કાર્યો પૂર્ણ કર્યા છે. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ..

પ્રેમ એટલે આચરણમાં મૂકેલી શ્રદ્ધા, સેવા એટલે આચરણમાં મૂકેલો પ્રેમ. - મધર ટેરેસા પરચા નંબર 10 : શ્રી રમીલાબેન રમેશભાઈ પરમાર ખંભારા થી લખે છે...

પરમ પૂજ્ય જલારામ બાપાની અસીમ કૃપાથી તેમના હાથ ઘણી દવાઓ કરવા છતાં મટતા ન હતા. તે મટી ગયા. તેમની જમીનની ગૂંચવણો પણ બાપાની કૃપાથી દુર થઈ. તેમના સાસુજીના પગ પણ રાહતભર્યા છે. પૂ.બાપાની કૃપાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થયેલ છે. પૂ.બાપાના ચરણોમાં ખૂબ ખૂબ વંદન....

 

જ્યાં બુદ્ધિમાનોની બુદ્ધિ અટકી જાય છે ત્યાં શ્રદ્ધા કામ કરી જાય છે... પરચા નંબર 9 : શ્રી ધનુબેન છત્રસિંહ ચૌહાણ, ચાપલધરા થી લખે છે...

પૂ.જલારામ બાપા પરની અતુટ શ્રધ્ધાના ફલ સ્વરૂપે માનેલી માનતા હંમેશાં પૂર્ણ થાય છે. તેમની પુત્રવધુને સારી જોબ મળી જાય તે માટે તેમને બાપાને યાદ કરી પરચો છપાવવાનો સંકલ્પ કર્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી પુત્રવધૂને સારી જોબ મળી ગઈ. તેમજ બિમારી હતી તે પણ દૂર થઈ ગઈ. પૂ.બાપાની દયાથી પુત્ર-પુત્રવધુ વિદેશમાં ખૂબ જ સારી રીતે રહે છે. આ ઉપરાંત પૂ.બાપાએ તેમના અનેક કાર્યો પાર પાડ્યા છે. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ.. (ગ્રા. નં. જે.આઈ. 951)

શ્રદ્ધા જ ધર્મની જન્મદાત્રી છે... પરચા નંબર 8 : શ્રી વિણાબેન કનુભાઈ ત્રિવેદી અમદાવાદ થી લખે છે...

તેમને લાંબા સમયથી હાઈ બી.પી.નો પ્રોબ્લેમ રહ્યા કરતો હતો. દવા લેવા છતાં પણ કંટ્રોલ થતો ન હતો. અંતે પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની માનતા કરી. પૂ.બાપાની અમી દ્રષ્ટિથી હવે તેમનું બી.પી. કંટ્રોલમાં રહે છે. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન.(ગ્રા.નં. જેસી 3574)

શ્રદ્ધા હોય તો પથ્થર પણ દેવ અને અશ્રદ્ધા હોય તો દેવ પણ પથ્થર. પરચા નંબર 7 : શ્રી અલ્પાબેન ધીરજલાલ ઠકરાર FATANA થી લખે છે...

તેમના બન્ને પુત્ર વડોદરા હતાં. અને તેમનો કોન્ટેક થતો ન હતો. તેથી તેમને ચિંતા થવા લાગી. આવા સમયે પૂ.જલારામ બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. અને તરત જ તેમનો ફોન પર બંન્ને પુત્ર સાથે કોન્ટેક થયો. અને તેમના પુત્રને દરરોજ માથું ભારે રહેવાની તકલીફ છે. તેમાં પણ પૂ.બાપા સારૂં કરી દેશે. તેવી તેમને આશા છે. પૂ.જલારામ બાપાને કોટિ કોટિ વંદન...

શ્રદ્ધા જ મનુષ્યના જીવનને આનંદથી આપૂરીત કરે છે.... પરચા નંબર 6 : શ્રી મંજુલાબેન કોટેચા Rajkot થી લખે છે...

 તેમને ઘણા સમયથી જમણા હાથમાં દુ:ખાવો થતો હતો. કંઈ જ વસ્તુ પકડી શકાતી ન હતી. જમી પણ ન શકાતું. અને ખંભાથી આખો હાથ બહુ જ દુ:ખાવો કરતો હતો. ઘણી દવાઓ કરવા છતાં પણ કોઈ જ ફેર પડતો ન હતો. અંતે પૂ.બાપાને શ્રધ્ધા પૂર્વક કર્યો. પૂ.બાપાની કૃપાથી હાથ સાવ સારો થઈ ગયો. તેમજ નાની મોટી અનેક બીમારી દૂર થઈ, પૂ.બાપા તો હાજરાહજૂર છે. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.

જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આશા કે શ્રદ્ધા વગ માણસ કંઈ પણ ક શક્યો હોય. પરચા નંબર 5 : શ્રી જયવંતલાલ એમ. કાપડીયા કેનેડા થી લખે છે...

 તેમને ત્યાં તેમની પુત્રવધુનું ઘણા વર્ષોથી પારણું બંધાતું ન હતું. છેવટે તેમણે પૂ.બાપાનું શરણું લઈ પરચો છપાવવાની ટેક રાખી હતી.  પૂ.બાપાની અસીમ કૃપાથી તેમને ત્યાં જોડીયા બાળકો થયા છે. અને પારણું ઝૂલતું થયું છે. પૂ.બાપાની અસીમ કૃપા અમારા પર અને અમારા પરીવાર પર કાયમ બની રહે તેવી આશા રાખું છું. પૂ. શ્રી જલારામ બાપાના ચરણોમાં લાખ લાખ વંદન...

શ્રદ્ધા જ મનુષ્યના જીવનને આનંદથી આપૂરીત કરે છે.... પરચા નંબર 4 : શ્રી ભારતીબેન પંકજભાઈ જાદવ ભરૂચ થી લખે છે...

તેમને વય નિવૃતિ થયાને પાંચ માસ થઈ જવા છતાં તેમના પેન્સનનો સુધારા હુકમ ન થવાથી તેમને ખુબ જ ચિંતા થતી હતી. એવામાં તેમણે પૂ.બાપાને અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરી. પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમનો પેન્સન સુધારા હુકમ તેમને મળી ગયો અને પેન્સન મળતું થઈ ગયું. આમ પૂ.બાપા તો હાજરા હજુર છે. પૂ.બાપાએ તેમના અનેક કાર્યો પાર પાડયા છે. 

શ્રદ્ધા એ જ દુનિયાની સુંદરમાં સુંદર વસ્તુ છે.