શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 122 : શ્રી લીલાબેન બાબુ ભાઈ પટેલ વડોદરા થી લખે છે... પૂ.બાપાની અસિમ કૃપાથી તેમના નાનાં-મોટાં દરેક કાર્ય પૂર્ણ થાય છે. તેમને મકાન વેચીને બીજું મકાન લેવાનું હતું. તે માટે પૂ. બાપાને અંતરથી યાદ કરી પરચાંની માનતા રાખતાં પૂ. બાપાની દયાથી વિના વિધ્ને તેમનું મકાન પણ વેચાય ગયું અને નવા મકાનનું કામ પણ વિના વિધ્ને જ પૂર્ણ થયું. પૂ. બાપાની કૃપા અપરંપાર છે. પૂ. બાપાના ચરણોમાં લાખ લાખ વંદન. ઈશ્વરના અસ્તિત્વ વિશે શ્રદ્ઘાળુને કોઈ પુરાવાની જરૂર નથી અને અશ્રદ્ધાળુ કોઈ પુરાવાને માનતો નથી... પરચા નંબર 121 : શ્રી સોનલબેન વિરલકુમાર જરીવાલા સુરત થી લખે છે... તેમના દિકરા દિકરી બંને પરિક્ષામાં સારી રીતે પાસ થઈ જાય તે માટે પૂ. જલારામ બાપાને હ્રદયથી યાદ કરી પરચાંનો સંકલ્પ કરતાં પૂ. જલારામ બાપાની અસિમ કૃપાથી તેમના બંને દિકરા-દિકરી સારાં માર્કસે પરિક્ષામાં પાસ થઈ ગયા. પૂ. જલારામ બાપાના પરચાં અપરંપાર છે. શ્રદ્ધાપૂર્વક પ્રયત્ન કરનારને ઈશ્વર હંમેશા સહાય કરે છે... પરચા નંબર 120 : શ્રી દિનકરરાય એન. ભટ્ટ ડુંગર થી લખે છે... તેમની તબિયત બગડતાં ડોક્ટરે તપાસ કરતાં એક્સ-રે કરાવવાનું જણાવેલ ત્યારે એક્સ-રે નો રિપોર્ટ જોઈ ડોક્ટરે ગંભીર બિમારી હોવાનું જણાવતાં બિમારી દૂર થઈ જાય તે માટે તેમણે પૂ. જલારામ બાપાને મનોમન પ્રાર્થના કરી પરચાંની ટેક રાખતા પૂ. બાપાની દયાથી તેમને સારું થઈ ગયુ. બીજીવાર એક્સ-રે નો રિપોર્ટ કરાવતાં રિપોર્ટ નોર્મલ આવ્યો. અને તેમની તબિયત પણ સારી થઈ ગઈ. પૂ. બાપાને કોટિ કોટિ વંદન. અંતર શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડા દિપકમાં પણ સૂરજની શક્તિના દર્શન થઈ શકે છે... પરચા નંબર 119 : શ્રી નીલાક્ષીબેન દેસાઈ વડોદરા થી લખે છે... તેમને મકાન વેચવામાં ઘણી અડચણો આવતી હતી. ત્યારે પૂ. જલારામ બાપાના પરચાંની માનતા રાખતા જ તેમનું મકાન વેચાઈ ગયું. અને બધું કામ નિર્વિધ્ને પાર પડી ગયું. ઉપરાંત થોડાં સમયથી તેમને ચક્કર આવવાની બિમારી થઈ ગઈ હતી. જે પણ પૂ. બાપાને પ્રાર્થના કરતાં બાપાની કૃપાથી આ બિમારીમાંથી તેમને રાહત મળી ગઈ. પૂ. બાપાની કૃપા અપરંપાર છે. તેમના બધાં જ વિધ્નો પૂ. બાપાના સ્મરણ માત્રથી જ દૂર થયાં છે પૂ. બાપાને કોટિ કોટિ પ્રણામ. જેના ઉપર પરમાત્માની કૃપા થાય તેને જ સત્સંગની પ્રાપ્તિ થાય છે... પરચા નંબર 118 : શ્રી સી.પી. સોમપુરા સુરત થી લખે છે... તેઓ છેલ્લાં થોડાં સમયથી નાની મોટી બિમારીથી પીડાતા હતા. તેમને કમર અને સાંધાની બિમારીમાં તેમજ તેમની પત્નીને કમર અને કરોડરજ્જુમાં ત્રણ ફેક્ચર થવાથી ફેમિલી ડોક્ટરની સલાહથી તેઓ બંનેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે બંને જલ્દી સાજાં થઈ સહી સલામત ઘરે પહોંચી જાય તે માટે પૂ. જલારામ બાપાને યાદ કરી પરચો માનતા બાપાની અસિમ કૃપાથી પંદર દિવસમાં બંનેની તબિયત સારી થઈ ગઈ. અને તેઓ સહી સલામત ઘરે પરત ફર્યા. તેમજ બાપાની કૃપાથી તેઓ ઘરમાં પણ સરળતાથી હરી-ફરી શકે છે. પૂ. જલારામ બાપાની લીલા અપરંપાર છે. સંપત્તિથી ઔષધ મેળવી શકાય પણ આરોગ્ય મેળવી શકાતું નથી. પરચા નંબર 117 : શ્રી કપિલાબેન રાજ સાચણ થી લખે છે... તેમની દિકરી અને જમાઈ બિમાર રહેતા હતા. ખોરાક બરાંબર લઈ શકતા ન હતા. અને મગજ ઉપર અસર થઈ જતી હતી. ત્યારે તેમણે પૂ. જલારામ બાપાને પ્રાર્થી પરચાંની માનતા રાખતા હવે તેમની દિકરી અને જમાઈની તબિયત સારી થઈ ગઈ છે.અને તેમની ચિંતા દૂર થઈ ગઈ. પૂ. બાપાને કોટિ કોટિ પ્રણામ. મન જ સમસ્યાઓનું ઉદ્દગમસ્થાન છે. મનને પાર કોઈ ઉપદ્રવ હોતા નથી... પરચા નંબર 116 : શ્રી વિલાસબેન માધવસિંહ રાજ સાચણ થી લખે છે... તેમને શરીર ઉપર શીરવા અને ખંજવાળ આવતી હતી. અને ઢીમા પડી જતાં હતા. જે કેટલીય દવા કરાવવાથી કોઈ ફેર પડતો ન હતો ત્યારે તેમણે પૂ. બાપાને અરજ કરી પરચો માનતા પૂ. બાપાની દયાથી તેમને આ રોગ મટી ગયો. પૂ. બાપાને સાક્ષાત્ પ્રણામ. કરૂણા એ મનુષ્યના જીવનના પરમાત્માનું આગમન પોકારતો છડીદાર છે. પરચા નંબર 115 : શ્રી કિર્તીદાબેન એન. તન્ના રાજકોટ થી લખે છે... તેમણે પૂ. બાપાને કરેલી બધી જ પ્રાર્થના ફળી છે. પૂ. બાપાની અસિમ કૃપાથી તેમના પિતાજીનો કમરનો દુઃખાવો દવાથી જ મટી ગયો, તેમની પુત્રીને પથરીનો ખૂબ દુઃખાવો થતો હતો. તે પણ પૂ. બાપાની કૃપાથી દવાથી જ પથરી નીકળી ગઈ. તેમજ તેમના પતિની હરસની તકલીફ પણ દૂર થઈ ગઈ. તથા અન્ય બિમારીમાં પણ પૂ. બાપાને પ્રાર્થના કરતાં તેમને રાહત થઈ. પૂ. બાપાનો પરચો માનવાથી તેમની ખોવાયેલી ચૂંક પણ મળી ગઈ. તથા તેમનો ફ્લેટ જે વેચાતો ન હતો તે પણ પૂ. બાપાની અસિમ કૃપાથી વેચાઈ ગયો. પૂ. બાપાના ચરણોમાં લાખ લાખ વંદન. સદાચાર એ ભક્તિનો પાયો છે. આચાર અને વિચાર બંને જ્યાં શુધ્ધ હોય ત્યાં ભક્તિ પુષ્ઠ થાય છે. પરચા નંબર 114 : શ્રી ખંડુભાઈ એન. ઠાકોર બોરડી થી લખે છે... તેમની પત્નીને સુગર વધી જતાં ડાયાબીટીશ માટે ચેક-અપ કરાવતાં, રિપોર્ટ નોર્મલ આવે તે માટે પૂ. બાપાને યાદ કરી પરચાંની ટેક રાખતાં બાપાના આર્શિવાદથી ડાયાબિટીશનો રિપોર્ટ નોર્મલ આવ્યો. પૂ. બાપાની કૃપા અપરંપાર છે. અહંકારથી ભરેલો મનુષ્ય ખાલી હાથે જ પરમાત્માના મંદિરમાંથી પાછો આવે છે. પરચા નંબર 113 : શ્રી તારાબેન શશીકાંતભાઈ વખારીયા સુરત થી લખે છે... તેમને હાઈપર એસિડીટી થઈ હતી જે દવા કરાવવાથી પણ સારું ન થતાંં છેવટે તેમણે જલારામબાપાને હ્રદયથી યાદ કરી પરચાંનો સંકલ્પ કરતાં પૂ. જલારામ બાપાની અસિમ કૃપાથી તેમને સારું થઈ ગયું. ઉપરાંત તેમના ઘૂંટણ દુઃખતા હતા. જે પણ પૂ. બાપાને પ્રાર્થના કરતાં મટીગયા.પૂ. બાપાના ચરણોમા લાખ-લાખ વંદન. સંત સતી અને સાગર આ ત્રણ ક્યારેય મર્યાદા ચૂકતા નથી.