શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 112 : શ્રી રમીલાબેન પટેલ સુખાલા થી લખે છે... તેમની શારિરીક તંદુરસ્તી સારી રહે, બોરમાં ફસાયેલ મોટર સરળતાથી બહાર આવે તથા અન્ય કેટલાંક કામોની સફળતા પૂ. બાપાની કૃપાથી પાર પડે તે માટે પરચાંની સંકલ્પના કરતાં તેમની બધી જ મનોકામના પરિપૂર્ણ થયેલ છે. પૂ. બાપાના ચરણોમાં લાખ લાખ વંદન. પરમાત્મા પ્રત્યે પૂર્ણ પ્રેમ એટલે ભક્તિ પરચા નંબર 111 : શ્રી કાન્તીલાલ શિવલાલ પટેલ અમદાવાદ થી લખે છે... તેઓ પૂ. બાપા પર અખૂટ શ્રધ્ધા ધરાવે છે. પૂ. બાપાની અસિમ કૃપાથી તેમની દિકરીને મગજની બિમારીમાં સારું થઈ ગયું. તેમજ તેમને સાયનસને લીધે સખત માથું દુૃઃખતું હતું. તેથી એમ.આર.આઈ. કરાવેલ, એમ.આર. આઈ. નો રિપોર્ટ નોર્મલ આવે અને આ રોગ મટી જાય તે માટે પૂ. બાપાને પ્રાર્થી પરચાંની ટેક રાખતાં એમ.આર.આઈ નો રિપોર્ટ નોર્મલ આવ્યો. અને હવે તેમને ઘણું સારું થઈ ગયું. પૂ. બાપાને અગણિત નમસ્કાર. સંસાર તરફ વહેતા પ્રેમને પરમાત્મા તરફ વાળી દયો તો તે ભક્તિ બની જાય છે... પરચા નંબર 110 : શ્રી પ્રવિણકુમાર ગણપતભાઈ વસાવા અંકલેશ્વર થી લખે છે... તેમની દિકરી સુનિતાબેનની ડિલીવરી સારી રીતે થાય તે માટે પૂ. જલારામ બાપાને પ્રાર્થના કરી પરચાંની ટેક રાખતાં પૂ. બાપાની અસિમ કૃપાથી સુનિતાબેનની ડિલીવરી સારી રીતે થઈ ગઈ. અને કોઈપણ જાતની તકલીફ થઈ નહીં. પૂ. બાપાને અગણિત નમસ્કાર. શ્રધ્ધા એ જીવનને ઉગારનારું પરિબળ છે... પરચા નંબર 109 : શ્રી હરિવદનભાઈ એચ. મુનશી અમદાવાદ થી લખે છે... તેઓ અમદાવાદમાં કો-ઓપરેટીવ બેંકમાં નોકરી કરે છે. નોકરી દરમ્યાન એક વ્યક્તિ સામે લોન ભરપાઈ ન થતાં બેંકે કેસ કરેલ, કેસના અસલ દસ્તાવેજની ફાઈલ ગાંધીનગર ખાતે કોર્ટમાં રજૂ કરવા લઈ જતાં તેઓ અમદાવાદ- ગાંધીનગરની બસમાં ફાઈલ ભૂલી ગયા. ઓરિજનલ ડોક્યુમેન્ટસની ફાઈલ હોય, અમદવાદ-ગાંધીનગર બસ ડેપોમાં ખૂબ શોધ કરવા છતાં ફાઈલ મળી નહી ત્યારે પૂ. બાપાનું શરણું લઈ ફાઈલ મળી જાય તે માટે પરચાંની ટેક રાખતાં બીજે દિવસે સવારના ગાંધીનગર ડેપોમાથી ફોન આવ્યો કે દસ્તાવેજ વાળી ફાઈલ મળી ગઈ છે. આવીને લઈ જાવ. પૂ. બાપાની કૃપા અસિમ છે. શ્રધ્ધા રાખી પ્રયત્ન કરનારને પરમાત્મા હંમેશા સહાય કરે છે... પરચા નંબર 108 : શ્રી ભાવનાબેન અશ્વિનભાઈ ઠક્કર રાજકોટ થી લખે છે... તેઓની પૂ. જલારામ બાપાના ફળસ્વરુપે માનેલી માનતા હંમેશા પૂર્ણ થાય છે. પૂ. બાપાની કૃપાથી તેમના પપ્પાની પ્રોપર્ટીનો ભાગ શાંતિથી થઈ ગયો. તેમજ તેમની દિકરીને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તેમની તબિયત સારી ન હોય ત્યારે પૂ. બાપાના પરચાંની માનતા રાખતા તરત જ સારું થઈ જાય છે. પૂ. બાપાએ તેમના આવાં અનેક કાર્યો પાર પાડ્યા છે. પૂ. બાપાએ તેમના આવાં અનેક કાર્યો પાર પાડ્યા છે. પૂ. બાપાની કૃપા થકી તેઓ કાશ્મીર -હરીદ્વાર ફરીને શાંતિથી પાછા આવી ગયા. પૂ. બાપાને કોટિ કોટિ વંદન. ઈશ્વરની કૃપા આપણને દેખાતી નથી પણ એનાં ફળ તો આપણે જરૂર જોઈ શકીએ છીએ... પરચા નંબર 107 : શ્રી વીરબાલાબેન મહેશભાઈ ઠક્કર ઉલ્હાસનગર થી લખે છે... તેમનો દોહિત્ર મેટ્રિકની પરિક્ષામાં પાસ થઈ જાય તે માટે પૂ. બાપાને પ્રાર્થી પરચો માનતા બાપાની કૃપાથી તેમનો દોહિત્રી મેટ્રિકની પરિક્ષામાં પાસ થઈ ગયો. તેમજ તેને સારી કોલેજમાં એડમિશન પણ મળી ગયું. ઉપરાંત પૂ.બાપાની દયાથી તેમના જમા્ઈને નોકરી મળી ગઈ. અને તેમનો પૌત્ર બે વર્ષનો હતો ત્યાં સુધી બરોબર બોલતો ન હતો. જે પૂ.બાપાને યાદ કરી પરચો માનતા હવે બરાંબર બોલે છે. પૂ.બાપાને કોટિ કોટિ વંદન. પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગ તરફ લઈ જતું પગલું સિધ્ધ થાય છે. પરચા નંબર 106 : શ્રી હેમલતાબેન કિરિટભાઈ દેસાઈ બારડોલી થી લખે છે... તેમના પુત્રના પગે ફે્કચર થતાં ઓપરેશન કરાવવું પડ્યું ત્યારે તેમણે પૂ.બાપાને યાદ કરતાં ઓપરેશન સારી રીતે થઈ ગયું અને કોઈ ખોડ-ખાંપણ પણ ન રહી. તેમજ પૂ. જલારામ બાપાની કૃપાથી તેમના ભાઈને ઘરનું મકાન થઈ ગયું. તેમના દોહિત્રને અમેરિકા જવાની ચિંતા હતી તે પણ દૂર થઈ ગઈ.તેમજ પૂ.બાપાના પરચાં થકી તેમના પૌત્ર અને દોહિત્ર પરિક્ષામાં પાસ થઈ ગયા. તેમજ પૂ.બાપાની કૃપાથી તેમના દોહિત્રના વિવાહ પણ સારી રીતે સંપન્ન થયા.ઉપરાંત પૂ. બાપાને પ્રાર્થના કરતાં તેમની અને તેમના પતિની તબિયત બગડી ગઈ હતી તે પણ સારી થઈ ગઈ. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ. કમાવું નીતિથી, વાપરવું રીતિથી, અને રહેવું પ્રીતિથી.... પરચા નંબર 105 : શ્રી સવિતાબેન પી. પટેલ મુંબઈ થી લખે છે... તેમની ભાણેજ લંડન માં સી.એ. ની પરીક્ષા માં સારા માર્કસથી પાસ થઈ જાય અને તેને સારી નોકરી મળી જાય તે માટે તેમણે પૂ.જલારામ બાપાને યાદ કરી પરચાંની માનતા રાખતા પૂ.બાપાની દયાથી તેમની બંને માનતા પૂરી થઈ છે. અને તેમની ભાણેજની સગાઈ પણ નક્કી થઈ ગઈ. પૂ.બાપાને સાક્ષાત્ પ્રણામ. સચ્ચાઈનો પડઘો કોઈપણ માનવીમાં આમૂલ પરિવર્તન લાવી દયે છે. પરચા નંબર 104 : શ્રી અંજનાબેન જીતેન્દ્રભાઈ પટેલ પીઠ થી લખે છે... તેમના ધંધામાં મશ્કેલી આવતાં પૂ. જલારામ બાપાનું સ્મરણ કરી પરચાંની ટેક રાખતાં તેમના ધંધાની મુશ્કેલી દૂર થઈ ગઈ.પૂ.બાપાને કોટિ કોટિ વંદન. ભક્તોની શ્રધ્ધા થકી સંતોની સાધના વધે છે અને સંતોની સાધના થકી લોકોની શ્રધ્ધા વધે છે... પરચા નંબર 103 : શ્રી એસ.વી. પટેલ બેંગ્લોર થી લખે છે... પૂ.જલારામ બાપાની કૃપા થકી તેમના ઘણાં કામ પાર પડેલ છે. અને તેમની અનેક મનોકામના પૂર્ણ થઈ છે. તેમની દિકરીના સગપણમાં અડચણ આવતી હતી. અને તેમના દિકરાની મનોદશા પણ સારી રહેતી ન હતી. ત્યારે તેમણે પૂ. બાપાને પ્રાર્થી પરચો માનતા પૂ. બાપાની અસિમ કૃપાથી તેમની દિકરીના લગ્ન થઈ ગયા. અને તેમના દિકરાની મનોદશા પણ સારી થઈ ગઈ. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન. શ્રધ્ધાથી ભરેલ જીવનયાત્રામાં પરમાત્મા હંમેશા મનુષ્યની સાથે જ રહે છે...