શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 102 : શ્રી પરભુભાઈ મગનભાઈ પટેલ આછવાણી થી લખે છે... તેમનું પેન્શન કોઈ કારણસર બંધ થઈ ગયું હતું જે પાછુ ચાલુ થઈ જાય તે માટે પૂ. જલારામ બાપાને મનોમન પ્રાર્થના કરી પરચો માનતા થોડાં સમયમાં જ તેમનું પેન્શન ફરી ચાલું થઈ ગયું. પૂ. બાપાને કોટિ કોટિ પ્રણામ. શ્રધ્ધા એ જીવનને ઉગારનારું પરિબળ છે.... પરચા નંબર 101 : શ્રી રંજનબેન હિંડોચા ગાંધીનગર થી લખે છે... તેમની દિકરીની તબિચત ઘણાં સમયથી નરમ રહેતી હતી તેમજ પગ દુઃખતા હતા. ત્યારે તેમણે પૂ.બાપાને મનોમન પ્રાર્થના કરી પરચાંની ટેક રાખતા તેમની દિકરીને સારું થઈ ગયું. પૂ. જલારામ બાપાને વંદન. મમતાનો મહાસાગર એટલે મા. સમતાનો મહાસાગર એટલે પરમાત્મા.... પરચા નંબર 100 : શ્રી હિરાબેન એન. સૂચક રાજકોટ થી લખે છે... તેમના દિકરા અને જમાઈને સારું થઈ જાય તે માટે પૂ. બાપાને યાદ કરી પરચાંનો સંકલ્પ કરતાં પૂ. બાપાની અસિમ કૃપાથી બંનેના દુઃખ દૂર થઈ ગયા. પૂ. જલારામ બાપાના પરચાં અપરંપાર છે.... ઈશ્વર પ્રત્યે મમતા અને સંસાર પ્રત્યે સમતા રાખવાથી ભવસાગર પાર થઈ જાય છે... પરચા નંબર 99 : શ્રી કુસુમબેન શંકરલાલ ગાંધી અંકલેશ્વર થી લખે છે... તેમને શરીરે ખંજવાળ આવતી હતી તથા ચામડીની તકલીફ થતાં પૂ. જલારામ બાપાને યાદ કરી પરચાંની માનતા રાખતા પૂ. બાપાની અસિમ કૃપાથી તેમને ખંજવાળ મટી ગઈ. તથા ચામડીની તકલીફ પણ દૂર થઈ ગઈ. પૂ. બાપાને સાક્ષાત્ પ્રણામ. વિશ્વાસ માણસમાં માણસાઈને ખિલવે છે.... પરચા નંબર 98 : શ્રી યોગેશકુમાર કે. પરમાર વડોદરા થી લખે છે... તેમને છાતીમાં દુઃખાવો થતાં પૂ. જલારામ બાપાને મનોમન યાદ કરી પરચાંની ટેક રાખતાં પૂ.બાપાની અસિમ કૃપાથી ટૂંક સમયમાં જ તેમનેછાતીમાં દુઃખાવો મટી ગયો. તેમજ પૂ. બાપાને પ્રાર્થના કરતાં બાપાની અસિમ કૃપાથી તેમની પત્નીને પણ પગના ઘૂંટણનો દુઃખાવો મટી ગયો. પૂ. બાપાને લાખ લાખ વંદન. જીવનનો જે વિકાસ કરે , જીવનમાં જે ઉલ્લાસ અને આનંદ પ્રેરે તે ધર્મ... પરચા નંબર 97 : ગ્રીષ્માબેન વસંતભાઈ પટેલ સુરત થી લખે છે... તેમના દિકરાનું એડમીશન એન્જીનિયરીંગ કોલેજમાં થાય તે માટે મનોમન બાપાને યાદ કરી પરચાંની માનતા રાખતા પૂ. બાપાની કૃપાથી તેમના દિકરાનું એડમીશન એન્જીનિયરીંગ કોલેજમાં થઈ ગયું. પૂ. બાપાને કોટિ કોટિ વંદન. સારા પુસ્તક અમૂલ્ય છે. રત્ન બહારની ચમક બતાવે છે જ્યારે પુસ્તક અંતઃકરણને અજવાળે છે.... પરચા નંબર 96 : શ્રી મધુસૂદનભાઈ આર.રાસ્તે બાડા થી લખે છે... તેઓ પૂ. જલારામ બાપા ઉપર અખૂટ શ્રધ્ધા ધરાવે છે. પૂ. બાપાની કૃપા થકી તેમની અનેક મુશ્કેલીઓ દૂર થઈ છે. તેમજ પૂ. જલારામ બાપાની દયાથી તેમનો પુત્ર ડોક્ટર બન્યો. અને હાલ સારી પ્રેક્ટીસ કરી રહ્યો છે. પૂ. બાપાને શત્ કોટિ પ્રણામ. ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ વધારવાથી આત્માનું તેજ વધે છે.... પરચા નંબર 97 : શ્રી ખેતાભાઈ રતનશીભાઈ પટેલ સાવલી થી લખે છે... તેમના પત્નીને ગર્ભાશયનું ઓપરેશન કરાવતાં પંદર દિવસ પછી થયેલ શારિરીક તકલીફમાં ઓપરેશન વગર જ સારૂં થઈ જાય તે માટે તેમણે પૂ. બાપાને આર્તહ્રદયે સ્મરણ કરી પરચો માન્યો. ને પૂ. બાપાની કૃપાથી તેમની પત્નીની શારિરીક તકલીફ ઓપરેશન વગર જ દૂર થઈ ગઈ. પૂ.બાપાને લાખ લાખ વંદન. સંતોના દર્શન પાવનકારી હોય છે અને દુવા સફળ અને અફર નીવડે છે.... પરચા નંબર 96 : શ્રી રણછોડભાઈ હીરાભાઈ પટેલ વાડી થી લખે છે... તેઓ પૂ.જલારામ બાપા તથા મા ખોડિયાર ઉપર અખૂટ શ્રધ્ધા ધરાવે છે. પૂ. જલારામ બાપા તથા મા ખોડિયારની અસિમ કૃપાથી ગમે તેવી મુશ્કેલીમાં તેઓને રાહત મળે છે. તેમની ભેંસ બિમાર થતાં ડોક્ટરી સારવાર સાથે પૂ. બાપાને તથા મા ખોડિયારને પ્રાર્થના કરતાં અને પરચાંની ટેક રાખતા તરત જ તેમની ભેંસને સારું થઈ ગયું. આ ઉપરાંત તેમને નાની-મોટી અનેક બિમારીમાં પણ પૂ.બાપનું તથા મા ખોડિયારનું સ્મરણ કરતાં જ રાહત મળે છે.પૂ.બાપાને તથા મા ખોડિયારને વંદન. આપણી અપેક્ષાથી ઘણું વધારે આપણી પ્રાર્થના આપણને આપી શકે છે.... પરચા નંબર 95 : શ્રી શૈલેષભાઈ પારેખ મુંબઈ થી લખે છે... તેમની તબિયત અચાનક જ બગડી જતાં પૂ. જલારામ બાપાને યાદ કરી પ્રાર્થના કરતાં તુરંત જ સારું થઈ ગયું. ઉપરાંત તેમની તબિયત ખરાબ થતાં ડોક્ટરે તેમને અનેક રિપોર્ટ કરાવવાનુે કહેલ આ બધાં જ રિપોર્ટ નોર્મલ આવે તે માટે પૂ.બાપાને પ્રાર્થના કરી પરચાંની ટેક રાખતાં તેમના બધાં જ રિપોર્ટ નોર્મલ આવ્યા. તેમજ પૂ.બાપાની કૃપાથી તેમની પત્નીના બધાં જ મેડીકલ રિપોર્ટ અને તેમની પુત્રીના બ્લડના રિપોર્ટ પણ નોર્મલ આવ્યા. પૂ.બાપાને કોટિ કોટિ વંદન. કંઈક પણ આપો, આપનાર હંમેશા સુખનો અધિકારી બને છે....