શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 94 : શ્રી લાડુબેન દયાળજીભાઈ પટેલ ભુલા ફળિયા થી લખે છે... શ્રી લાડુબેન દયાળજીભાઈ પટેલ ભુલાફળિયા તા. જિ. નવસારીથી લખે છેઃ તેમની દોહિત્રીના લગ્ન વિદેશના છોકરા સાથે થાય તેમજ લગ્નનો પ્રસંગ પણ આનંદથી પાર પડે તે માટે પૂ. જલારામ બાપાને પ્રાર્થી પરચો માનતા ટૂંક સમયમાં જ તેમની દોહિત્રીના લગ્ન વિદેશમાંજ સારા પરિવારના છોકરા સાથે થઈ ગયાં. પૂ. જલારામ બાપાને શત્ કોટિ વંદન. જયાં બુધ્ધિમાનોની બુધ્ધિ અટકી જાય છે ત્યાં શ્રધ્ધાવાનની શ્રધ્ધા કામ કરી જાય છે. પરચા નંબર 93 : શ્રી નીતાબેન ભરતભાઈ વાઢેર વાશી થી લખે છે... શ્રી નીતાબેન ભરતભાઈ વાઢેર વાશી નવી મુંબઈથી લખે છેઃ તેમના ઉપર આવી પડેલ સંકટ સમયે તેમણે પૂ.જલારામ બાપાનું સ્મરણ કરી પરચો માનતા પૂ.બાપાની દયાથી તમનું સંકટ ટળી ગયું. તેમજ તેમના પુત્રને ગળામાં ઈન્ફેક્શન થતાં રિપોર્ટ કરાવેલ , જે નોર્મલ આવે તે માટે પૂ.બાપાને યાદ કરી પરચો માનેલ ને પૂ.બાપાની કૃપાથી રિપોર્ટ સારાં આવ્યા. ઉપરાંત પૂ.બાપની કૃપાથી તેમની દિકરી પણ ધોરણ-10 માં સારા ટકાએ પાસ થઈ ગઈ. પૂ.બાપાને લાખ લાખ વંદન. અહંકારથી મુક્તી મેળવવાનો એકમાત્ર માર્ગ છે ભક્તિ... પરચા નંબર 92 : શ્રી રેશ્માબેન ઉમેદભાઈ ખલાસી ભીમપોર થી લખે છે... તેમના પતિને વિદેશમાં નોકરી મળી જાય તે માટે પૂ. જલારામ બાપાનું સ્મરણ કરી પરચો માનતા પૂ.બાપાની કૃપાદ્રષ્ટિથી તેમના પતિને વિદેશમાં સારી નોકરી મળી ગઈ. તેમજ પૂ.બાપાની કૃપાથી તેમના મોટા ભાઈની બિમારી પણ દૂર થઈ ગઈ. પૂ. બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન. લોભ પ્રેમ અને ભક્તિના માર્ગમાં બાધારૂપ બને છે. પરચા નંબર 91 : શ્રી હંસાબેન ઝવેરભાઈ મૈસુરીયા મોગરાવાડી થી લખે છે... પૂ.જલારામબાપાના પરચાં થકી તેમના પગનું ઓપરેશન સારી રીતે થઈ ગયુ.તેમજ તેમનું આંખનું ઓપરેશન પણ સારી રીતે થઈ ગયુ.ઉપરાંત બાપાની કૃપા થકી તેમની પૌત્રી દિવ્યાને પણ ધો.10 માં સારા ટકા આવ્યા. પૂ.બાપાને કોટિ કાટિ પ્રણામ. પરમાત્માને જે દિલ આપે છે પરમાત્મા એને દિલ દઈને આપે છે. પરચા નંબર 90 : શ્રી પ્રવિણભાઈ એમ. પટેલ જલાલપુર થી લખે છે... તેમના ભાણેજના લગ્ન સારી અને સંસ્કારી છોકરી સાથે નિર્વિઘ્ને પાર પડે તેમજ તેમના મોટા દિકરા અને ભાઈની દિકરીને ધો.12 સાયન્સમાં સારા ટકા આવે અને બંનેને સારી કોલેજમાં એડમિશન મળી જાય તે માટે પૂ.જલારામ બાપાને પ્રાર્થના કરી પરચાંની ટેક રાખતાં બાપાની કૃપાથી તેમની આ બધી મનોકામના પૂરી થઈ છે. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ. હકારાત્મક કશું પણ કદી વ્યર્થ જતું નથી, તો એક સ્મિત કે એક આદરભર્યો આવકારો એળે થોડો જાય? પરચા નંબર 89 : શ્રી પ્રકાશભાઈ એચ.રાજા સુરત થી લખે છે... તેમની પત્નીને કાનની પાછળ નસ દબાતી હતી. ડોક્ટરને બતાવતાં ડોક્ટરે ઓપરેશન કરાવવાનું કહેલ અને ઓપરેશનમાં જોખમ હોવાનું પણ જણાવેલ. ત્યારે તેમણે પૂ.જલારામ બાપાને યાદ કરી ઓપરેશન સફળ થાય તે માટે પરચાંની માનતા માની ને પૂ બાપાની કૃપાથી ઓપરેશન સરસ રીતે પતી ગયું. ને તેમની પત્નીને પણ સારું થઈ ગયું. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ. પરમાત્માને જે દિલ આપે છે પરમાત્મા એને દિલ દઈને આપે છે. પરચા નંબર 88 : શ્રી દેહીબેન દામજીભાઈ ચૌહાણ મુંબઈ થી લખે છે... તેમની દિકરી જયશ્રીબેન બોરીચા એ ઘરનું મકાન લીધેલ જે તેના નામે થવામાં સમય લાગતો હતો. જે માટે મા ખોડિયારને પ્રાર્થના કરી પરચાંની માનતા રાખતા મા ખોડિયારની અસિમ કૃપાથી મકાન તેની દિકરીના નામે થઈ ગયું. ઉપરાંત મા ખોડિયારના પરચાની માનતા થકી તેમની દિકરીને કોલેજમાં લેક્ચરરની નોકરી પણ મળી ગઈ. મા ખોડિયારને સાક્ષાત પ્રણામ. પરમાત્માએ માણસને બનાવ્યો પરંતુ સારો માણસ બનવાનું તેણે માણસ ઉપર જ છોડ્યું છે. પરચા નંબર 87 : શ્રી કૌશલબેન ક્ષત્રિય અમદાવાદ થી લખે છે... પૂ.બાપાનું સ્મરણ કરી પરચાંની ટેક રાખતાં પૂ.બાપાની કૃપાથી તેમની દેરાણીએ કરેલ ખોટા કેસનો નિકાલ થયો. અને તેમના પુત્રને અભ્યાસ માટે વિદેશ જવાનું હોય વિઝા પણ મળી ગયા. પૂ.બાપાને કોટિ કોટિ વંદન. પરમાત્માને જે દિલ આપે છે પરમાત્મા એને દિલ દઈને આપે છે. પરચા નંબર 86 : શ્રી હરજીવનભાઈ જી.પરમાર અમદાવાદ થી લખે છે... તેમને અવાર-નવાર વર્ટિગો(ચક્કર આવવા) ની બિમારી હતી. જે મા ખોડિયારના પરચાંની ટેક રાખતાં મા ખોડિયારની અસિમ કૃપાથી તેમની વર્ટિગોની બિમારી દૂર થઈ ગઈ. મા ખોડિયારને ખૂબ ખૂબ વંદન. (ગ્રા.નં.કે.એ.36) શ્રદ્ધા એ જીવનને ઉગારનારૂં પરિબળ છે. પરચા નંબર 85 : સ્નેહલતાબેન શુક્લ જામનગર થી લખે છે... સ્નેહલતાબેન જામનગરથી લખે છેઃ તેમના પુત્રને પીતાશયમાં પથરીના ઓપરેશન બાદ ઘરે આવ્યા પછી ફરી દુઃખાવો ઉપડતાં બીજીવાર હોસ્પિટલમાં ચેક કરાવતાં પીતાશય કઢાવી નાખવા માટે બીજા ઓપરેશનની જરુર છે તેવું ડોક્ટરે જણાવેલટ તેમને જલારામ બાપા ઉપર શ્રધ્ધા હોવાથી આ ઓપરેશન સફળ થાય તે માટે પૂ. જલારામ બાપાને મનોમન પ્રાર્થના કરી ને પૂ.બાપાની અસિમ કૃપાથી ઓપરેશન સફળ થયેલ છે. હવે કોઈપણ જાતની તકલીફ નથી. પૂ.બાપાના ચરણોમાં પ્રણામ. શ્રદ્ધા એ જીવનને ઉગારનારૂં પરિબળ છે.