શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 84 : મયુરીબેન એચ. મહેતા સુરત થી લખે છે... શ્રી મયુરીબેન એચ. મહેતા સુરતથી લખે છે : પુ. બાપા પર તેમને અતુટ શ્રદ્ધા છે. પુ. બાપાને યાદ કરતા જ તેમના અનેક કાર્યો પાર પડ્યા છે. તેમના પાડોશીની દીકરીના સસરાવાળા દીકરીને આવવા જવા દેતા નહોતા. આથી પુ. બાપને પ્રાર્થી પરચો માન્યો હતો. પુ. બાપાની દયાથી તે દીકરી હવે આવવા જવા લાગી છે. પુ. બાપાને લાખ લાખ વંદન. હકારાત્મક કશું પણ કદી વ્યર્થ જતું નથી, તો એક સ્મિત કે એક આદરભર્યો આવકારો એળે થોડો જાય? પરચા નંબર 83 : શ્રીકાંતભાઈ પટેલ ઓટાવા થી લખે છે... શ્રીકાંતભાઈ પટેલ ઓટાવા -કેનેડાથી લખે છે કે તેમને જમણાં ખભા પર ગાંઠ થયેલ હોય ડોક્ટરને બતાવતા ડોક્ટરે કેન્સરની ગાંઠ હોવાની શક્યતાને આધારે બાયોપ્સી કરાવવાનું જણાવેલ ત્યારે પૂ.બાપા ઉપર શ્રધ્ધા રાખી અને બાપાનું સ્મરણ કરી પરચાંની ટેક રાખતા તેમનો બાયોપ્સીનો રિપોર્ટ નોર્મલ આવેલ છે. પૂ. જલારામ બાપાને અગણિત નમસ્કાર. રામ નામને લીન હૈ, દેખત સબનેં રામ, તાકે પદ વંદન કરૂં જય જય જલારામ ... પરચા નંબર 82 : શ્રી બીનાબેન જયેશભાઈ મિસ્ત્રી હલધર થી લખે છે... તેમની છોકરીએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી, તે ધોરણ 12માં સારા માર્કે પાસ થઈ જાય તે માટે તેમને પૂ.બાપાને મનોમન પ્રાર્થના કરી, પૂ,બાપાની દયા દ્રષ્ટિથી તેમની છોકરી ધોરણ-12માં સારા માર્કે પાસ થઈ ગઈ પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન... જય જલારામ... પરમાત્માને જાણવાથી જ મૃત્યુને પાર થઈ ને મોક્ષમાર્ગ પમાય છે : વેદ વચન પરચા નંબર 81 : શ્રી અરજણભાઈ કરમશીભાઈ પટેલ દેવપર થી લખે છે... તેમના પગના તળીયામાં બળતરાં થતી હતી અને પેશાબમાં પણ તકલીફ થતી હતી. દવા કરાવવા છતાં પણ ફરક પડતો નહતો. આવા સમયે તેમને પૂ.બાપાને યાદ કરી પ્રાર્થના કરી. પૂ.બાપાની દયાથી તેમને તકલીફ દૂર થઈ અને સારું થઈ ગયું. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ... પરમાત્માને જે દિલ આપે છે પરમાત્મા એને દિલ દઈને આપે છે. પરચા નંબર 80 : શ્રી હાર્દિકભાઈ આર. પરીખ અમદાવાદ થી લખે છે... તેઓ શ્રીનાથજી દર્શન કરવા ગયાં હતાં. ત્યારે તેમના કાકાની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી અને રથયાત્રાના દિવસે પણ તેમના કાકાની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી. આવા સમયે તેમને પૂ.બાપાને દિલથી યાદ કરી પ્રાર્થના કરી. પૂ.બાપાની દયાથી બંન્ને વખતે તેમના કાકાની તબિયત સારી થઈ ગઈ. પૂ.બાપાને તેમની પ્રાર્થના છે કે આવી મહેર હંમેશાં રાખજો અને તેમના ઘરમાં સુખ-શાંતિ અને સંપ બનાવી રાખજો. પૂ.શ્રી જલારામ બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન... પરમાત્માએ શક્તિ આપી હોય તો તેને ધર્મની દિશામાં વાળજો... પરચા નંબર 79 : શ્રી ગીતાબેન ચીમનભાઈ પટેલ વલ્લભ વિદ્યાનગર થી લખે છે... તેમને પૂ.બાપા પર ખૂબ જ શ્રધ્ધા છે. તેમને અને તેમના પરિવારને લંડનના વિઝા મળી જાય તે માટે તેમને પૂ. શ્રી જલારામ બાપાને મનથી યાદ કરી પ્રાર્થના કરી પૂ.બાપાની કૃપાથી તેમને અને તેમના પરિવારને લંડનના વીઝા મળી ગયાં. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ. પરમાત્માએ માણસને બનાવ્યો પરંતુ સારો માણસ બનવાનું તેણે માણસ ઉપર જ છોડ્યું છે. પરચા નંબર 78 : શ્રી પ્રભાતસિંહ ડી. ઠાકોર કાંજણ રણછોડ થી લખે છે... તેમના પુત્રને પેટમાં દુ:ખાવો થતો હતો. ડોક્ટરને બતાવતા સોનોગ્રાફી કરાવી, બધા જ રીપોર્ટ નોર્મલ આવ્યાં. અને કંઈ જ સમજાતું ન હતું. અંતે તેમને પૂ.બાપાને મનોમન યાદ કરી પ્રાર્થના કરી પ્રાર્થના કરી. પૂ.બાપાની દયાથી તેમના પુત્રને પેટમાં દુ:ખાવો મટી ગયો. પૂ.બાપાને લાખ લાખ પ્રણામ... પરમાત્માએ ધન આપ્યું હોય તો દાન કરી લેજો, દારિદ્રયવસ્થામાં તે નહીં થઈ શકે... પરચા નંબર 77 : શ્રી કાજલબેન મીતભાઈ કોટેચા રાજકોટ થી લખે છે... તેમના પતિનો સ્વભાવ તેની બિમારીના કારણે ક્રોધિત અને ચિડચિડીયો થઈ ગયો હતો. તબિયત સારી થઈ ગયા બાદ પણ સ્વભાવ બદલતો ન હતો આથી તેમની વચ્ચે અનબન વધતી જતી હતી. આ માટે તેમને પૂર્ણ શ્રધ્ધાથી પૂ.બાપાને પ્રાર્થના કરી. પૂ.બાપાની દયાથી તેમના વચ્ચે થતી અનબન બંધ થઈ ગઈ અને ક્રોધ પણ ઓછો થઈ ગયો. આ પરચો કાજલબેનના બેને પણ માનેલો. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન... પરમાત્મા મોટો-અદ્ભૂત કલાકાર છે. તેના કોઈ સર્જનમાં નકલ જોવા નહિ મળે... પરચા નંબર 76 : શ્રી શાંતાબેન ઉંદાચ થી લખે છે... તેના દીકરાની તબિયત ખૂબ જ બગડી ગઈ હતી, ખુબ દવાઓ પણ કરી પરંતુ કોઈ જ ફર્ક પડતો ન હતો. છેવટે પૂ.બાપાને યાદ કરી પ્રાર્થના કરીને તેમનો દીકરો એકદમ સાજો થઈ ગયો અને નોકરીએ જતો પણ થઈ ગયો. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન... પરમાત્મા પાસે માગો તો એટલું જ માગજો કે મારી પાત્રતા પ્રમાણે જ મને આપજે... પરચા નંબર 75 : શ્રી શાંતાબેન નાનુભાઈ પટેલ ઉંદાચ થી લખે છે... તેમની દીકરીને છાતીમાં ગાંઠ નીકળી હતી. ડોક્ટરને બતાવતા ગાંઠ કાઢી નાખવી પડશે એમ કહ્યું. આ માટે તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. ત્યારે પૂ.બાપાને મનોમન પ્રાર્થના કરી. પૂ.શ્રી જલારામ બાપાની દયાથી ઓપરેશન સારી રીતે પાર પડી ગયું. અને બધા રીપોર્ટ પણ નોર્મલ આવ્યાં. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન... પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે, પરમાત્માને તો પ્રેમથી જ પામી શકાય...