શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 74 : શ્રી અરવિંદભાઈ જી. મહેતા સુરત થી લખે છે... તેના પતિનું ATM કાર્ડ ખોવાય ગયું હતું. પૂ.બાપાને મનથી યાદ કરી પ્રાર્થના કરી. પૂ.બાપાની દયાથી ATM કાર્ડ મળી ગયું. આ પરચો ગાયત્રીબેન પતિ અરવિંદ પ્રસાદે માનેલો હતો. જે હાલમાં આ દુનિયામાં નથી પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ... પરમાત્મા પરમ સુખની અવસ્થા છે. એટલા માટે જ જ્ઞાનીઓ તેમને સચ્ચિદાનંદ કહે છે. પરચા નંબર 73 : શ્રી અનિલભાઈ જે. ગોંધિયા ઊના થી લખે છે... ઘણા સમય પહેલા તેમની જે મકાન લેવાની ઈચ્છા હતી તે મકાન તેમને મળે તેમ નહોતું. આ સમયે તેમણે પૂ.જલારામ બાપાને યાદ કરી તેમની માનતા માનતા પૂ.બાપાની દયાથી એક મહિના બાદ તે જ મકાન તેમને તેમના બજેટમાં મળી ગયું. પૂ. શ્રી જલારામ બાપાને લાખ લાખ પ્રણામ... પરમાત્મા પ્રત્યેનો પૂર્ણ અનુરાગ એ જ ભકિત છે - નારદ પરચા નંબર 72 : શ્રી વાસંતીબેન એસ. પટેલ મેતપુર થી લખે છે... તેમની દીકરીના સગપણમાં વિલંબ થતો હતો. તેમને પૂ.જલારામ બાપાને શ્રધ્ધાપૂર્વક યાદ કરી પૂ, બાપાની માનતા માની અને પૂ.બાપાના આશીર્વાદથી થોડા દિવસમાં જ તેનું સગપણ સારા પરિવારમાં થઈ ગયું. પૂ.બાપાને લાખ લાખ પ્રણામ... પરમાત્મા પરમ ગુરૂ છે.... પરચા નંબર 71 : શ્રી જ્યોતિકાબેન એસ. રેશમવાલા અલથાણ થી લખે છે... પૂજ્ય જલારામ બાપાની કૃપાથી તેમની પુત્રી N.I.T. એન્જિનિયર થઈ. ત્યાર બાદ જોબ માટે બેંગ્લોર ગઈ. પણ તેને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવું હતું. પણ એક વર્ષ પહેલાં આ વાત તેમને અશક્ય લાગતી હતી. પરંતુ બાપાની કૃપાથી GRE, Tofel જેવી પરીક્ષાઓ સારા સ્ક્રોરે પાસ કરી. ત્યાંથી સારામાં સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. ત્યાર બાદ આઈ-20થી લઈ લોન, વીઝા વગેરેનું કામ સરળતાથી અને સારી રીતે પૂર્ણ થયું. ત્યાં અભ્યાસમાં તેનું જે લક્ષ્ય છે તે પૂર્ણ થશે જ એવો પૂ.બાપા ઉપર પૂરો વિશ્વાસ છે. કરુણાના સાગર જલારામ બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન.... પરમાત્મા રીઝે પછી જ સર્વ જગત રીઝે છે... પરચા નંબર 70 : શ્રી પ્રીતીબેન રૂપારેલ U.S.A. થી લખે છે... પૂ.બાપાના આશીર્વાદથી તેમને થયેલ પેડુનો દુ:ખાવો દૂર થયેલ છે. અને તેને લઈને કરાવેલ બધા જ રિપોર્ટ નોર્મલ આવેલ છે. તેમના દીકરાને થયેલ સનર્બનમા પણ હવે સારૂં છે. તેમના દીકરાની ખોવાયેલ રીંગ અને ચેઈન લોકરમાંથી જ મળી ગયેલ છે. અન દીકરાનું વોલેટ પણ કારમાંથી મળી ગયેલ છે. તેમજ તેમની પુત્રવધૂના મોંઘા ચશ્મા પણ મળી ગયેલ છે. ઉપરાંત તેમના પતિનું Exportનું કામ પણ નિર્વિઘ્ને પૂર્ણ થયેલ છે. તેમની તથા તેમના પતિની દરેક મુસાફરી સફળ રહી છે. દીકરીના ઘરનું વોંશીગ મશીન તેમના કારણે બગડી ગયું હતું તે કોઈ જાતના ખર્ચા વગર ચાલુ થઈ ગયું છે. જ્યારે જ્યારે વિપદા આવી છે. પૂ.બાપાએ તેમાંથી હેમખેમ ઉગાર્યા છે. પૂ.જલારામ બાપાના ચરણોમાં લાખો પ્રણામ. પરમાત્મા ને એ લોકો વ્હાલા હોય છે કે જેઓ પરમાત્માની સૃષ્ટિને વ્હાલ કરે છે. પરચા નંબર 69 : શ્રી ચન્દ્રિકાબેન પટેલ U.K. થી લખે છે... તેમના મમ્મીની તબિયત અચાનક બગડી જતા તેમણે પૂ.બાપાનો પરચો છપાવવાની માનતા માની પૂ.બાપાના આશીર્વાદથી તેમની મમ્મીની તબિયત સારી થઈ ગઈ તેમજ પૂ.બાપાની દયાથી તેમની પોતાની તબિયતમાં પણ સુધારો થઈ ગયેલ છે. પૂ. જલારામ બાપાની કૃપાથી તેમના બધા જ કાર્યો વિના વિઘ્ને પૂર્ણ થયેલ છે. પૂ. જલારામ બાપાના ચરણોમાં ભાવપૂર્વક વંદન... પરમાત્મા તો કેવળ સુખ જ આપે છે... દુઃખ માનવીનું પોતાનું સર્જન છે. પરચા નંબર 68 : શ્રી શોભનાબેન પંચમતીયા London થી લખે છે... તેમના નાના ભાઈની તબિયત અચાનક ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા બધાને ખૂબ જ ચિંતા થતી હતી. ત્યારે તેમણે દુખિયાના બેબી પૂ. જલારામ બાપાને યાદ કરી પરચાની માનતા માની પૂ.બાપાની માનતાના ફળ સ્વરૂપ તેમના ભાઈની તબિયત ધીરે ધીરે સારી થઈ ગઈ. પૂ.બાપાની કૃપાથી તેમના બીજા ભાઈનું હાર્ડનું ઓપરેશન પણ સફળ રહ્યું છે અને તેમની તબિયત પણ સારી છે. પૂ.જલારામ બાપાના ચરણોમાં ભાવપૂર્વક વંદન... પરમાત્મા તરફની યાત્રાનું પ્રથમ પગલું પ્રાર્થના છે. પરચા નંબર 67 : શ્રી રેશમાબેન લાખાણી Australia થી લખે છે... સંકટના સમયમાં પૂ.બાપાને શ્રધ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના અચૂક ફળી છે. પૂ.બાપાએ દરેક ક્ષણે સહાય કરી સંકટો ટાળ્યા છે. અને કાર્યો સરળતાથી સફળ બનાવ્યા છે. હાજરાહજૂર દેવ પૂ.બાપાને ભાવપૂર્વક નમન.. પરમાત્મા કોઈ વસ્તુ નથી, પરમાત્મા એક જીવંત સત્ય છે. પરચા નંબર 66 : શ્રી પ્રભુભાઈ પટેલ London થી લખે છે... પૂ.બાપાના આશીર્વાદથી તેમની ઘણી શારીરિક મુશ્કેલીઓનો અંત આવી ગયો છે. પૂ.જલારામ બાપાએ હંમેશા તેમની સાથે રહીને તેમની મદદ કરી છે એવી તેમને બાપા પર શ્રધ્ધા છે. પૂ.બાપાની કૃપા હંમેશાં તેમના પર વરસતી રહે અને મુખમાં હંમેશા તેમનું નામ રહે તેવી તેમની પૂ.બાપાને પ્રાર્થના છે. પૂ. જલારામ બાપાને શત્ કોટિ વંદન. પરમાત્મા એ કોઈ ઠાલી પરિકલ્પના નથી, પરમાત્મા એ આનંદનો જીવંત અનુભવ છે પરચા નંબર 65 : શ્રી વનીતાબેન એન. જોષી HongKong થી લખે છે... તેમની પુત્રી તથા પુત્રના લગ્ન સારી જગ્યાએ યોગ્ય પાત્ર સાથે થઈ જાય અને તેમની મોટી દીકરી ભણવામાં નબળી હતી તે હોશિયાર થાય તે માટે તેમણે પૂ.મા ને અરજ કરી પરચો માન્યો. પૂ. મા ની કૃપાથી તેમની પુત્રી તથા પુત્રના લગ્ન વિના વિઘ્ને સારા પાત્ર સાથે પૂર્ણ થયા તેમજ મોટી દીકરી ભણવામાં હોશિયાર બની પૂ. મા ખોડલને કોટિ કોટિ વંદન. શ્રદ્ધા મનુષ્યને શાંતિ આપે છે અને જીવનને સાર્થક બનાવે છે...