શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 64 : શ્રી રશ્મિબેન portugal થી લખે છે... પૂ.જલારામ બાપાના પરચાની માનતાના ફળસ્વરૂપ તેમના વાળ ખરતા બંધ થયેલ છે તેમની દીકરીને સારી નોકરી અને મનપસંદ જીવનસાથી મળી ગયેલ છે. તેની બીજી દીકરીની નોકરી પણ ચાલુ જ છે. તેમના અનેક કાર્યો વિના વિઘ્ને પાર પાડ્યા છે અને પાડશે એવી તેમને પૂ.બાપા પર દ્રઢ શ્રધ્ધા છે. શ્રદ્ધા બળવાન પર હોય છે અને દયા કમજોર પર હોય છે. - બાયરન પરચા નંબર 63 : શ્રી સુશીલાબેન portugal થી લખે છે... પૂ.જલારામ બાપાએ દરેક મુશ્કેલીમાં તેમની સંભાળ લીધી છે. અને બધી જ પ્રાર્થનાઓ સાંભળી છે. પૂ.બાપાના આશીર્વાદના ફળ સ્વરૂપ તેમની પૌત્રીને લંડનમાં કામ મળી ગયેલ છે. તેમની બીજી પૌત્રીને પણ અન્ય જગ્યાએ સારી નોકરી મળી ગઈ છે. તેમજ તેના લગ્ન વિના વિઘ્ને પૂર્ણ થયેલ છે. તેમના દીકરાએ લીઝબન ના પ્રસંગમાં હાજરી આપેલ છે. અને તેમના દીકરાઓના ધંધામાં માલ પાસ સારી રીતે થઈ ગયેલ છે. તેમજ તેમના બીજા દીકરાનું મકાન વેચાય ગયું છે. પૂ.બાપાની લીલા અપરંપાર છે. શ્રદ્ધા એટલે માતાનો ખોળો અને વિશ્વાસ એટલે પિતાનું શિરછત્ર.... પરચા નંબર 62 : શ્રી કુુસુમબેન ભગવાનજીભાઈ ઠકકર નખત્રાણા થી લખે છે... તેમના પતિને હાર્ટનો હુમલો થયેલ અને બે બલુન બેસાડવામાં આવેલ. ત્યાર બાદ ઘરે આવ્યાં પછી પંદર પંદર દિવસના અંતરે બે વખત તેઓ બેભાન જેવા થઈ જતા અને તે દરમ્યાન 2-5 મિનિટ કોઈને ઓળખતા પણ નહીં. આ સમયે તેમણે પૂ.બાપાને અંતર યાદ કરી પ્રાર્થના કરી પૂ.બાપાની દયાથી ત્યાર પછી તેઓ આજ સુધી કયારેય બેભાન થયા નથી અને બીજી કોઈ તકલીફ પણ થેયલ નથી. પૂ.બાપાના ચરણોમાં કોટિ કોટિ નમસ્કાર.... શ્રદ્ધા જ ધર્મના જન્મદાત્રી છે... પરચા નંબર 60 : શ્રી નારસીંગભાઈ એ. વસાવા અમદાવાદ થી લખે છે... તેમના મિત્ર પાસેથી લીધેલા નાણાં તેમને પરત કરવાના હતાં. પરંતુ અમદાવાદમાં તેમનો ફ્લેટ વેચવામાં છેલ્લાં એક વર્ષથી અડચણો આવતી હતી. ફ્લેટ વેચાય જાય તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી પ્રાર્થના કરી પૂ.બાપાની કૃપાથી બે માસમાં ફ્લેટ વેચાય ગયો અને તેમના મિત્ર પાસેથી લીધેલા નાણાં તેઓ પરત કરી શક્યાં. પૂ.બાપાને કોટિ કોટિ વંદન... શ્રદ્ધા એ પરમાત્માનું દર્શન પામવાની આંખ છે પરચા નંબર 59 : શ્રી વિપુલભાઈ ચીનુભાઈ ભાટિયા પાટણ થી લખે છે... પૂ.બાપા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિભાવ થકી તેમની દરેક પ્રાર્થના ફળી છે. તેમની બીમારી દૂર થાય, એક ચેક બે વખતથી બાઉન્સ થતો હતો તે પાસ થઈ જાય, બે પ્લોટનું લખાણ લખવાનું હતું તે દુર થતું હતું. આ બધા કાર્યો માટે તેમણે પૂ.બાપાને મનોમન યાદ કરી પ્રાર્થના કરી, પૂ.બાપાની દયા દ્રષ્ટિથી તેમની બિમારી દૂર થઈ, ચેક પાસ થઈ ગયો. પ્લોટનું લખાણ થઈ ગયું અને દસ્તાવેજ મળી ગયો. પૂ. જલારામ બાપાને વારંવાર પ્રણામ... શ્રદ્ધા એ જીવનને ઉગારનારૂં પરિબળ છે. પરચા નંબર 58 : શ્રી નંદાબેન ડી. વોરા મુંબઈ થી લખે છે... તેમના પતિને કાન, દાઢ, અડધું માથું બહુ દુખતું હતું, દવા કરાવવા છતાં પણ કોઈ ફર્ક પડતો ન હતો અને પૂ. મા ખોડિયારને પ્રાર્થના કરી, પૂ.માની દયાથી તેમના પત્નીની તબિયતમાં સુધારો થયો અને તેનું સ્વાસ્થય એકદમ સારું થઈ ગયું. મા ખોડિયારે તેમના અનેક પરચા પૂર્યા છે. અને હજુ તેમની એક ઈચ્છા પૂરી થશે તેવી તેમને મા ખોડિયાર ઉપર આશા છે. પૂ. મા ખોડલને ઘણી ઘણી ખમ્મા... શ્રદ્ધા એ જ દુનિયાની સુંદરમાં સુંદર વસ્તુ છે. પરચા નંબર 57 : શ્રી રમેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ કડીયાદરા થી લખે છે... તેમના ભાણેજ વહુને પેટમાં ગાંઠ હતી. સીટી સર્જન કરાવતાં પહેલાં પૂ.બાપાને હ્રદયથી યાદ કરી પ્રાર્થના કરી કે ગાંઠ સાદી હોય અને બીમારી દુર થઈ જાય, પૂ.બાપાની કૃપાથી તેમની ભાણેજ વહુની બિમારી દૂર થઈ ગઈ. પૂ.બાપાને લાખ લાખ પ્રણામ... શ્રદ્ધા એ ખુલું આકાશ છે. તેની કોઈ સીમા હોતી નથી. પરચા નંબર 56 : શ્રી મહેશભાઈ રમેશભાઈ વરીઆ કાલોલ થી લખે છે... તેઓ અચાનક એક અણધારી મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. અને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માંગતા હતા. અને ખૂબ જ ટેન્શનમાં હતા. આવા સમયે પૂ. જલારામ બાપાને પ્રાર્થના કરી ટેક રાખી. અને તેઓ તરત જ મુશ્કેલીમાંથી બહાર નીકળી ગયા અને ટેન્શન મુક્ત થઈ ગયાં.પૂ. શ્રી જલારામ બાપાને કરોડો વંદન.... શ્રદ્ધા એ આત્મારૂપાંતરણ માટેની સહુથી મોટી શક્તિ છે... પરચા નંબર 55 : શ્રી મંજુલાબેન લાખાણી Australia થી લખે છે... તેમના બાલકૃષ્ણ લાલાની છબી ખોવાઈ ગઈ હતી ઘણું શોધવા છતાં મળતી ન હતી ત્યારે તેમણે પૂ. જલારામ બાપાને પ્રાર્થના કરી પરચો માન્યો. પૂ.બાપાની અમીદ્રષ્ટિથી ફૂલોની પાંખડીયો વચ્ચેથી લાલાની છબી મળી ગઈ. તેમજ પૂ.બાપાની કૃપાથી તેમના પતિનું કાનનું ઓપરેશન સફળ રહ્યું છે. અને તેમનું મકાન ભાડે અપાય ગયેલ છે. શ્રદ્ધા અને સ્મરણ આ બે પાંખોના બળે જ માનવી અહંકારના બોજથી મુકત થઈ શકે છે - મકરંદ દવે પરચા નંબર 54 : શ્રી ગોદાવરીબેન હરીલાલ પટેલ કોલ્હાપુર થી લખે છે... તેમના ભાણેજ ચિ.હિતેષના મગજમાં ગાંઠ હોવાનું નિદાન થતા અને ઓપરેશન કરાવવું પડશે તેવું નક્કી થતા ઘરના બધા સભ્યો ચિંતામાં પડી ગયા હતા. ત્યારે પૂ.બાપાને શ્રધ્ધા પૂર્વક યાદ કરીન તેમની માનતા માની અને તાત્કાલિક ઓપરેશન એકદર નોર્મલ રીતે થઈ ગયું અને આગળની સારવાર પણ પૂ.જલારામ બાપાની કૃપાથી સારી રીતે ચાલે છે. એ કરૂણાના સાગર પૂ.જલારામ બાપાના ચરણોમાં સત્ કોટી વંદન... જિંદગીને સાર્થક રીતે જીવવી હોય તો શ્રધ્ધાનો કોઈ વિકલ્પ નથી - ભૂપત વડોદરિયા