શ્રદ્ધા એક એવું પુષ્પ છે જે મનુષ્યના જીવનમાં ભાગ્યે જ ખીલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે અસ્તિત્વના અનંત દ્વાર શ્રદ્ધાવાન મનુષ્ય માટે ખૂલી જાય છે. શબરીને તેના ગુરુ મતંગ ઋષિએ કહ્યું હતું હતું કે ભગવાન રામ તારી ઝુંપડીએ આવશે. પછી શબરીએ ક્યારેય પૂછ્યું ન હતું કે ભગવાન રામ મારી ઝુંપડીએ ક્યારે આવશે? તેનું હૃદય ગુરુવચન પ્રત્યે અખૂટ શ્રદ્ધાથી ભરેલું હતું અને એ શ્રદ્ધા જ ભગવાન રામને તેની ઝૂંપડીએ દોરી લાવી. તમારું અંતર જો શ્રદ્ધાથી ભરેલું હશે તો એક નાનકડો દીપ પણ તમને સૂર્યની શક્તિના દર્શન કરાવશે. આવો આ બોધવચનને ચરિતાર્થ કરતા, પૂ.જલારામ બાપા પ્રત્યે શ્રદ્ધા ધરાવનાર તેમના ભક્તોના જીવનમાં ઘટતા, પૂ. જલારામબાપાની કૃપા-અનુભૂતિ (પરચા)ના અસંખ્ય પાવક અને પ્રેરણાદાયી પ્રસંગો વાંચીએ... આ પ્રસંગો અન્ય ભાવિકોના જીવનમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે તે હેતુથી અત્રે પ્રકાશિત કરવામાં આવે છે. જો તમારા જીવનમાં આવી કોઈ પાવનકારી ઘટના ઘટી હોય તો તમે તે વિગત અમને મોકલી શકો છો. તેનાથી અસંખ્ય લોકોના જીવનમાં શ્રદ્ધા દીપ પ્રગટાવવામાં તમે નિમિત બનશો. જલારામ જ્યોતના ગ્રાહક/પ્રતિનિધિ નંબર સાથે આવેલા પરયાને પ્રાથમિકતા આપવામાં આવે છે. પરચા મોકલનારે પોતાનું પુરૂં નામ, સરનામું લખી મોકલવું અત્યંત જરૂરી છે. તે સિવાયના પરચા છાપવામાં આવતા નથી. પરચા સાથે પોતાના સંપર્ક સૂત્રો – મોબાઈલ નંબર કે ઈ-મેઈલ સરનામું મોકલનારને તેમનો પરચો અત્રે મુકાયા અંગેની જાણ કરવાની વ્યવસ્થા ગોઠવેલ છે – સંપાદક
પરચા નંબર 53 : શ્રી અલ્કાબેન એન. દવે ગીર-ગઢડા થી લખે છે... તેમની પૌત્રી ચિ. દિવ્યાને ન્યુમોનિયા તાવ આવતા તેની સ્થિતી ગંભીર થઈ ગઈ હતી. ઘણા ડોક્ટરોની દવા પછી પણ સારૂં ન થતાં ગંભીર સ્થિતીમાં તેને રાજકોટ લઈ જવામાં આવી હતી. ત્યાં સીવીલ હોસ્પિટલમાં આઈ.સી.યુ. યુનિટમાં ઓક્સીજન ઉપર રાખવામાં આવેલ. ત્યારે તેમણે અને તેમના પુત્ર ગીરીશે શ્રધ્ધાપૂર્વક બાપાની મૂર્તિ સમક્ષ માથું નમાવીને બન્નેએ પરચો છપાવવાની તથા બાપાને પગે લગાડવાની માનતા માનેલ. પૂ. જલારામ બાપાએ તેમની લાજ રાખી. તેમની પૌત્રી સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પાછી આવી ગયેલ છે. પૂ. શ્રી જલારામ બાપાને લાખ લાખ વંદન.... શ્રધ્ધા વગરની સાધના એ સાકર વગરની મીઠાઈ જેવી હોય છે... પરચા નંબર 52 : શ્રી હિનાબેન એન. વાળા રાજકોટ થી લખે છે... પૂ. બાપાની દયાથી તેમને રાજકોટમાં ઘરનું ઘર થઈ ગયું. તેમજ તેમની દીકરી એસ.એસ.સી.માં સારા ટકાએ પાસ થઈ ગઈ. તેમજ તેમના બહેનના દિકરાને કાનમાં રસીની તકલીફ દૂર થઈ ગઈ. પૂ.શ્રી જલારામ બાપાના ચરણોમાં કોટિ કોટિ વંદન... શ્રદ્ધા એ પરમાત્માનું દર્શન પામવાની આંખ છે પરચા નંબર 51 : શ્રી રસીલાબેન કુંવરજીભાઈ પરમાર મુંબઈ થી લખે છે... પૂજ્ય બાપા પર અટલ શ્રધ્ધા થકી તેમની અનેક ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે. પૂ.બાપાની કૃપાથી તેમના બાનું આંખોનું ઓપરેશન સારી રીતે થઈ ગયું. અને તેમના બાની સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી તે પણ બે દિવસમાં મળી ગઈ છે. તેમના પર આવેલ એક તકલીફ પણ પૂ.બાપાની કૃપાથી દૂર થઈ ગઈ. સંકટ સમયે સહાય કરનારા પૂ.જલારામ બાપાને અંતકરણથી કોટિ કોટિ પ્રણામ. શ્રધ્ધાની ટોચ ઉપર જે બિરાજમાન છે તે ભક્તિ... પરચા નંબર 50 : શ્રી હિતેશભાઈ વી. દેસાઈ અમદાવાદ થી લખે છે... તેમના પત્નીને ફેક્ચર થયુ હતું અને ફેક્ચરનો રિપોર્ટ નોર્મલ આવે તે માટે પૂ.બાપાને પ્રાર્થના કરી, પૂ.બાપાની દયાથી રાહત થઈ ગઈ છે. અને તકલીફો પણ દૂર થઈ ગઈ. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન... માનવી આસ્તિક હોય કે નાસ્તિક હોય, જે શુભમાં શ્રધ્ધા રાખે છે તેને નિરાશ થવું પડતું નથી. પરચા નંબર 48 : શ્રી ભાનુમતીબેન કે. દેસાઈ નાની ચોવીસી થી લખે છે... પૂ.બાપા ઉપર તેમને અખૂટ શ્રધ્ધા વિશ્વાસ છે. અને પૂ. બાપાનું નામ લઈને આરંભેલા કાર્યો સરળતાથી પાર પડયા છે. પૂ.બાપાની કૃપાથી તેમની મોટી દીકરી એમ.એસ. ગાયનેકોલોજીસ્ટ થઈ ગઈ. તેમજ નાની દીકરીને પણ મેડીકલ પીજીની પસંદગીની શાખામાં પ્રવેશ મળી ગયો. પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ.... શ્રધ્ધા વગરની સાધના એ સાકર વગરની મીઠાઈ જેવી હોય છે... પરચા નંબર 47 : શ્રી એમ. કે. પટેલ ખરોલી થી લખે છે... તેમનો પૌત્ર હેમાંશુભાઈને પગનું ફેક્ચર થયું હતું. જેના માટે પગના હાડકાનું ઓપરેશન કરાવવાનું હતું. તેનું ઓપરરેશન સારી રીતે થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી પૂ.બાપાની કૃપાથી ઓપરેશન સફળ થયું. અને શાંતિ પૂર્વક થઈ ગયું. તે ચાલતો પણ થઈ ગયો. પૂ. શ્રી જલારામ બાપાને કોટિ કોટિ વંદન... ભક્તિમાંથી શ્રદ્ધા પ્રગટે, પછી શ્રધ્ધામાંથી શક્તિ પ્રાપ્ત થાય અને એ શક્તિ અંતે મુક્તિનું નિમિત્ત બને છે. પરચા નંબર 46 : શ્રી સુરેશચંદ્ર આર. ઢીંમર થી લખે છે... તેમની પાસે ચાર કંપનીના ફીઝીકલ શેર સર્ટીફીકેટ હતાં. તેઓ જ્યાં નોકરી કરતા હતાં. તે ઓફીસમાં નવા આવેલ કર્મચારીથી તે શેરસર્ટીફિકેટ તથા અન્ય કાગળનો બંચ બાંધીને ક્યાંક મુકાઈ ગયા હતાં. જેની ખૂબ જ શોધખોળ કરવા છતાં મળતા ન હતાં. અંતે પરમ પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના કરી ટેક રાખી. પૂ.બાપાની અમીદ્રષ્ટિથી ત્રણ મહિના પછી તે શેર સર્ટીફિકેટ તથા અન્ય કાગળનો બંચ મળી આવ્યો. પરમ પૂજ્ય બાપાની લીલા અપરંપાર છે. પૂ.બાપાના ચરણોમાં સત્ કોટી વંદન... જીવનમાં શ્રધ્ધાને અખંડ રાખજો અને અંધશ્રધ્ધાનું ખંડન કરજો... પરચા નંબર 45 : શ્રી રાકેશભાઈ કે. પટેલ ગોધરા થી લખે છે... પૂજ્ય બાપાની કૃપાથી તેમની પુત્રી ચાર્મી ધોરણ 12 સાયન્સમાં 77% સાથે ઉતીર્ણ થયેલ. તેને કોમ્પ્યુટર એન્જિયરીગ લાઈનમાં M.B.P.I.T. આણંદ કોલેજ મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થના કરી, પૂ.બાપાની દયાથી ઉપરોક્ત મનોકામના પૂર્ણ થયેલ છે. પૂ.બાપાના ચરણોમાં લાખ લાખ વંદન... જિંદગીને સાર્થક રીતે જીવવી હોય તો શ્રધ્ધાનો કોઈ વિકલ્પ નથી - ભૂપત વડોદરિયા પરચા નંબર 44 : શ્રી બી. એફ. પાદરીયા રતનપુર થી લખે છે... તેમની દીકરીને લગ્નના પાંચ વર્ષ ઉપર થયા હતા. આ સમયમાં તેને બે કસૂવાવડ થઈ ગઈ હતી. દીકરીને સારૂં સંતાન અવતરે તે માટે તેમણે પૂ.બાપાને યાદ કરી મનથી પ્રાર્થના કરી પૂ.બાપાની દયા દ્રષ્ટિથી દીકરીને સારૂં સંતાન પ્રાપ્ત થયું. અને નોર્મલ ડીલેવરીથી કન્યારત્નની પ્રાપ્ત થઈ. મા- દીકરી બંન્નેની તબિયત એકદમ સરસ છે. પૂ.બાપાને કોટિ કોટિ વંદન. જીવનનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આશા કે શ્રદ્ધા વગર માણસ કંઈ પણ કરી શક્યો હોય. પરચા નંબર 43 : શ્રી મીનાબેન જે. ગજ્જર U.S.A. થી લખે છે... પૂ. જલારામ બાપાને પ્રાર્થી માનેલી માનતા હંમેશા સફળ રહી છે. પૂ.બાપાના પરચાની માનતાના ફળ સ્વરૂપ તેમની પુત્રીને ટેકસાસમાં ફાર્મસીની સારી નોકરી મળી ગઈ છે. તેમજ તેમને અઠવાડિયાથી થયેલ દાંતનો દુ:ખાવો જે મેડીસીનથી પણ નહતો મટતો તે પૂ.બાપાની કૃપાથી મટી ગયેલ છે. સંત શિરોમણી પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ. જે માણસને પોતાની જાતમાં શ્રદ્ધા હોય એ જ શંકાથી પર હોય છે.