ડો. રાધાકૃષ્ણન રોડ, મોટી ટાંકી પાસે, સદર રાજકોટ-૩૬૦૦૦૧ +૯૧ (૦૨૮૧) ૨૪૬૫૬૧૬

Mobile: (+91) 81560-24684

જલારામ જ્યોતની નમુનાની ફ્રી નકલ મેળવવા માટે તમારું પૂરું નામ, સરનામું લખી મોકલો. દુનિયાના કોઈપણ સ્થળે અમે આપને ઘરે બેઠા નમુનાની નકલ ફ્રી પહોંચાડીશું...
સરનામું મોકલવા અહીં ક્લિક કરો


" જે લોકો બીજાની ભલાઈ માટે કામ કરે છે, તેની ભલાઈ માટે અસ્તિત્વની તમામ શક્તિઓ પ્રવૃત થઇ જાય છે." - પૂ જલારામ


અમારા વિશે


રામ નામનેં લીન હૈ દેખત સબમેં રામ, તાકો પદ વંદન કરું, જય જય જલારામ


પૂજ્ય જલારામ બાપાએ નાતજાતના ભેદ વગર સૌ માનવોને એકસમાન માની, સૌ પ્રત્યે પ્રેમ અને સદ્ ભાવ રાખવાનો આદર્શ આપ્યો, અને જલારામ જ્યોત મેગેઝીન તે જ આદર્શોને કથારૂપે સમાજ સમક્ષ રજુ કરે છે. "જલારામ જ્યોત" ધાર્મિક મેગેઝિનની શરૂઆત ઈ.સ. 1961માં થઈ. શરૂઆતના થોડા વર્ષ તેની સફરમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા, પરંતુ ઈ.સ. 1968 પછી ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી, અને તે પછી ગુજરાતીઓની ત્રણ પેઢીઓએ, શ્રધ્ધા, શાંતિ, સંપ અને સંસ્કારનો સંદેશ આપતા આ મેગેઝીનને પોતાના ઘરમાં આવકાર આપ્યો છે.


શ્રી સુરેશ ગણાત્રા મેગેઝીનના તંત્રી છે. જલારામ જ્યોતમાં ગુજરાતના નામાંકિત લેખકો દ્વારા લિખિત શ્રદ્ધા–સંસ્કાર પ્રેરતી ટૂંકી વાર્તાઓ, આયુર્વેદની માહિતી આપતા લેખ, ઉપરાંત લાખો ભક્તોએ જાતે અનુભવેલ પૂબાપાની કૃપાનુભૂતિઓ (પરચા) પ્રકાશીત થાય છે.

જલારામ જ્યોત મેગેઝીને હંમેશા કોમી સદ્ ભાવનો પ્રચાર કર્યો છે. દેશભરમાં કોઈ પણ જલારામ મંદિરની સેવકીય પવૃત્તિ માટે આર્થિક સહાયની જરૂર હોય તો અપીલ વાંચકો સમક્ષ મૂકી છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ગૌશાળાઓ તેમ જ અન્ય સખાવતી સંસ્થાઓની અપીલ પ્રકાશીત કરી છે અને દર વખતે તેના વાંચકોએ ઉદારદિલે પ્રતિસાદ આપ્યો છે.


ઈ.સ. 1998થી જલારામ જ્યોતે વિદ્યાર્થીઓ માટે એકદમ વ્યાજબી ભાવે નોટબુક-ચોપડા આપવાની શરૂઆત કરી અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આજ સુધી આ નમ્ર સેવા ચાલુ છે.


જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત


આ મેગેઝીનનો વાંચકવર્ગ ભારતના દરેક સ્ટેટ ઉપરાંત યુ.કે., અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલીઆ, ન્યુઝીલેન્ડ અને અખાતમાં વસતા ગુજરાતીઓમાં પણ છે.


ભોજન દઈ રાજી થાતા, લેતા રામનું નામ, જીવનમાં ઉતાર્યું બાપા જય જય જલારામ


----- જલારામ જ્યોત મેગેઝીન -----